મુસ્લિમ બિરાદરો દ્વારા કાલે મંગળવારે રમઝાન ઈદ ઉજવાશે

આવતીકાલે માહે શવ્વાલનો પહેલો ચાંદ ગણાશે

જૂનાગઢ : ગત તા. 1ના રોજ માહે શવ્વાલ (ઈદુલ ફિત્ર)નો ચાંદ દેખાયો નથી. આથી, તા. 3ના રોજ માહે શવ્વાલનો પહેલો ચાંદ ગણવામાં આવશે. તેમજ મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવશે.

ગત તા. 1ને રવિવારના રોજ રમઝાન બાદ નમાઝે મગરીબ માહે શવ્વાલ (ઈદુલ ફિત્ર)નો ચાંદ દેખાયો નથી કે કોઈપણ જાતની શરઈ ગવાહી મળેલ નથી. આથી, ગુજરાત ચાંદ કમિટીએ તા. 3ને મંગળવારે માહે શવ્વાલનો પહેલો ચાંદ ગણવામાં આવશે. તેમજ તે દિવસે રમઝાન ઈદ (ઈદુલ ફિત્ર) ઉજવવામાં આવશે. તેમ એલાન કરવામાં આવ્યું છે.

વધુ વિગત માટે મો.નં. 98250 64657 પર સંપર્ક કરી શકાશે. તેમ ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફ્તી શબ્બીર એહમદ સીદીકી અને શહેરકાઝી મોહંમદ શોએબની યાદીમાં જણાવાયું છે.