જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ

ચેરમેન પદે લક્ષ્મણભાઇ યાદવ અને ઉપપ્રમુખ પદે જયેશ ગુંદાણીયાની વરણી

જૂનાગઢ : સહકારી ક્ષેત્રે ખુબ જ મોભાદાર ગણાતા જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સંઘના ચેરમેન પદે લક્ષ્મણભાઇ યાદવ બિન હરીફ ચૂંટાયા આવ્યા હતા. જયારે ઉપપ્રમુખ તરીકે જયેશ ગુંદાણીયાની પણ બિન હરીફ વરણી કરવામાં આવી છે. સાથો-સાથ સંઘના અન્ય હોદાઓ ઉપર ૧૩ સભ્યોની પણ બિન હરીફ વરણી કરવામાં આવી હતી.