કેશોદ નજીક રસ્તા ઉપર કૂતરું આડું ઉતરતા પુત્રીની નજર સામે પિતાનું મૃત્યુ

જૂનાગઢ : કેશોદથી દરણુ દળાવી ખોખરડા ગામ જઈ રહેલા પિતા પુત્રીના બાઈક આડે અચાનક કૂતરું ઉતરતા ફંગોળાઈ ગયેલા પિતાનું પુત્રીની નજર સામે મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ખોખરડા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા નાજાભાઇ કરશનભાઇ ડાંગર પોતાની પુત્રી સાથે બાઈક લઈને કેશોદ ગામે દરણુ દળાવવા ગયા હતા જ્યાંથી પરત ફરતી વેળાએ ગદોઇ ગામના પાટિયા નજીક નાજાભાઇના બાઈક આડે અચાનક કૂતરું ઉતરતા તેમના પુત્રી રમાબેનને ઈજાઓ પહોંચી હતી જયારે નાજાભાઇ ફંગોળાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.