જૂનાગઢમાં મોટર સાયકલ ન આપતા માથામાં પાઇપ ફટકાર્યો

જૂનાગઢ : જૂનાગઢના બીલખા રોડ ઉપર ખોડિયાર ચોકમાં રહેતા યુવાનના ઘેર જઈ એક આરોપીએ મોટર સાયકલ આપવા કહેતા યુવાને મોટર સાયકલ આપવાની ના પાડતા માથા ફરેલા યુવાને પાઇપના ઘા ઝીકતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જૂનાગઢ સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ બીલખા રોડ ઉપર ખોડિયાર ચોકમાં રહેતા અતુલભાઇ ઉર્ફે સંદીપ વીરજીભાઇ વાણવીના ઘેર જઈ આરોપી પિયુષ વીરજીભાઇ નામના ઈસમે મોટર સાયકલ આપવા માંગ કરી હતી. જેથી અતુલભાઈએ મોટર સાયકલ આપવાની ના પાડતા આરોપી પિયુષ એકદમ ઉશ્કેરાઇ જઇ ભુંડી ગાળો બોલી, ઢીકા પાટુનો મુંઢ મારમારી લોખંડના પાઇપ વડે માથામા ક્પાળના ભાગે તથા એક ઘા પગના ભાગે મારી ઇજાઓ પહોંચાડતા પોલીસે આઇપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૨૯૪(ખ), જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.