જૂનાગઢ જોષીપરામાંથી એક્સેસ ચોરાયું

જૂનાગઢ : જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં બરડાઇ બ્રાહમણ સમાજ પાસે જોગી પાર્કમાં રહેતા શાંતીભાઇભોવાનભાઇ રાખોલીયાની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું સુઝુકી કંપની નુ એક્સેસ મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.