કેશોદમાં નવા બનતા મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપાઈ

જૂનાગઢ : કેશોદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે કેશોદના જોલી પાર્ક અલ્ટ્રા સ્કુલની બાજુમા નવા બનતા મકાનેથી ભારતીય બનાવટના ઇગ્લીશ પીવાના દારૂની પેટીઓ નંગ-૪ જેમા રોયલ સ્ટગ પ્રીમીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ૭૫ પ્રુફ ૪૨.૮ વી.વી. ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કંપની શીલપેક બોટલો જે એક પેટીમા બોટલો નંગ-૧૨ લેખે કુલ બોટલો નંગ-૪૮ જે એક બોટલની કી.રૂ.૪૦૦ લેખે કુલ કી.રૂ.૧૯૨૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો. જ્યારે રેઇડ દરમિયાન હાજર નહી મળી આવેલ આરોપી પ્રવીણ ઉર્ફે ભકન અરજનભાઇ કચોટ (રહે. ગાંધીનગર સોસાયટી કેશોદ)ને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.