અમારા ખેતરમાં બત્તી કેમ કરે છે કહી દંપતીને ટાટીયા ભાગી નાખવાની ધમકી

માળીયા હાટીનાના અકાળા ગીર ગામે બનેલા બનાવમાં શેઢા પાડોશી સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માળીયા હાટીનાના અકાળા ગીર ગામે આવેલા ખેતરમાં ઘુસી ગયેલા રોઝડા બત્તી લઈને બહાર કાઢતી વખતે શેઢા પાડોશીએ અમારા ખેતરમાં બત્તી કેમ કરે છે તેમ કહી દંપતીને ટાટીયા ભાગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની માળીયા હાટીના પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સગુણાબેન કાનજીભાઇ કોદાવલા (ઉ.વ.૪૦ રહે.અકાળા વીરડી) એ આરોપી બાલુભાઇ બચુભાઇ કાગડા (રહે.અકાળા વીરડી તા.માળીયા હાટીના) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાના ખેતરમાં રાત્રીના રોજડા આવતા બત્તી લઇ રોજડા બહાર કાઢતા હતા. ત્યારે આરોપીએ ફરીયાદીને અમારા ખેતરમાં બત્તી કેમ કરે છે તેમ કહી ગાળો આપી ફરીયાદી તથા તેના પતિના ટાટીયા ભાગી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.