ગુમ થયેલા મોબાઈલ પરત ન મળતા હોવાની અશક્ય બાબતને પણ બી ડિવિઝન પોલીસે શક્ય બનાવી
જૂનાગઢ : જૂનાગઢના બી ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા જૂનાગઢ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી મોબાઈલ ધારકોને પરત સોંપી પોલીસ પ્રજાનો મીત્ર છે તે સુત્રને જૂનાગઢ બી ડીવિઝન પોલીસે સાર્થક કર્યું છે.
જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં અરજદારોના પડી ગયેલા તેમજ ગુમ થયેલ મોબાઈલોની જુદી જુદી અરજીઓ આપવામાં આવેલ હતી, જે અરજીઓની તપાસમાં ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવાની ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેમજ બી. ડિવિઝન પોલીસ સ્ટેશન, જનાગઢના પો.ઇન્સ. આર એસ પટેલની સુચના મુજબ જોષીપરા પોલીસ ચોકીના પો.સ.ઇ. જે.એચ. કછોટ એ.એસ.આઈ. પાનીબેન ડી, ડાંગર, તથા પો.હેડકોન્સ કે.ડી.રાઠોડ પો.કો. પ્રશાંતભાઈ પ્રેમજીભાઈ ચુડાસમા,ખુશબુબેન પ્રવિણભાઈ હદવાણી સહિતની ટીમ દ્વારા ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના એ.એસ.આઈ. કમલેશભાઈની મદદથી ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે જહેમત ઉઠાવતાં જુદી-જુદી કંપનીના કુલ ૧૨ મોબાઈલ કિંમત રૂ. ૧,૭૦,૦૦૦ ના મળી આવેલ હતા.
મળી આવેલ તમામ મોબાઈલ ફોન ગુમ થયા અંગે કરેલ અરજીઓના અરજદારોને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવામાં આવેલ છે અને તેઓને મોબાઈલ ફોન પરત સોંપવામાં આવતા, અરજદારોને પોતાના મોબાઈલ પરત મળતા, ખુશીની લાગણી વ્યક્ત કરેલ હતી. અરજદારોએ જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરી. ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારોને પોતાના મોબાઈલ સાચવીને રાખવા અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારો ને પોતાના મોબાઈલ પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, તેમજ અરજદારોએ કામ કરનાર પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય છે.
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારોના જુદા જુદા વિસ્તારમાંથી ગુમ થયેલ કુલ ૧૨ મોબાઈલ આશરે રૂ.૧,૩૦,૦૦૦ ની કિંમતના શોધી કાઢી, એક સાથે પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કરેલ છે.