જૂનાગઢ અને મેંદરડામાં જુગાર રમતા નવ ઝડપાયા

જૂનાગઢ : મેંદરડા પોલીસે ગઈકાલે બાતમીના આધારે હરીપુર ગામ સાસણ પાસે ગંજીપત્તાના પાના પૈસા વડે તીનપત્તીનો જુગાર રમી પૈસાની હાર જીત કરતા આરોપીઓ વશરામભાઇ જાદવભાઇ ભુવા, પુંજાભાઇ હામાભાઇ ચાવડા, રમેશભાઇ વશરામભાઇ ભુવા, ફિરોજભાઇ હબીબભાઇ દલ, બાબુભાઇ હીરાભાઇ પરમાર, લક્ષ્મણભાઇ ભુરાભાઇ વાઢીયાને રોકડા રૂ.૫૯૯૦ સાથે ઝડપી લીધો હતો. એ ડીવીજન પોલીસે જૂનાગઢના દિવાન ચોક સર્કલ ચોક, જાહેરમાં ગંજીપત્તાના પાના પૈસા વડે તિનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા અયુબખાન દાદાભાઇ પઠાણ, રિયાજભાઇ અબુભાઇ બેલીમ, અબ્દુલ નુરમામદ હીગોરજાને રોકડા રૂ.૪૫૦૦ સાથે ઝડપી લીધા હતા.