તમે કેમ અમારી પાછળ પડી ગયા છો કહી આધેડને મહિલાએ ફૂટપટ્ટી મારી

વંથલીના મેઇન ગેઇટ પાસે કૌટુંબિક અદાવતમાં આધેડને માર માર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વંથલીના મેઇન ગેઇટ પાસે કૌટુંબિક અદાવતમાં આધેડને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં તમે કેમ અમારી પાછળ પડી ગયા છો તેમ કહી આધેડને મહિલાએ ફૂટપટ્ટી મારી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી લખમણભાઇ નાથાભાઇ કારેથા (ઉ.વ.૫૯ રહે. વંથલી કોર્ટ રોડ ગ્રામ્ય બેંક ઉપર તા.વંથલી જી.જુનાગઢ)એ આરોપી નિમુબેન કિશોરભાઇ બકોત્રા (રહે.વંથલી ડો.ચેતના સાહેબના દવાખાના સામે તા.વંથલી)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે પોતના પરિચિત સાથે ફરિયાદી વંથલીના મેઇન ગેઇટ પાસે આવેલ હર્ષદ હોટલમાં ચા-પાણી પીવા ગયા હતા. ત્યારે આરોપી મહિલાએ ત્યાં આવીને ફરિયાદી પાછળથી માર મારતા ફરિયાદીએ કહ્યું હતું કે, તમે મારા કૌટુંબિક સગા થાવ છો.મેં તમારું શુ બગાડ્યું છે. ત્યારે મહિલાએ કહ્યું હતું કે, 15 દિવસ પહેલા મારા ભાણેજને માર્યો હતો. તમે કેમ અમારી પાછળ પડી ગયા છો તેમ કહી આરોપીએ ફરીયાદીને ડાબી આંખની પાસે ગાલ ઉપર સ્ટીલની ફુટપટી જેવી પટી મારતા ફરીયાદીને ડાબી આંખ પાસે ગાલ ઉપર બે ટાકા આવેલ હોય તેમજ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.