જૂનાગઢ જેલમાંથી વચગાળા જામીન દરમિયાન ફરાર થયેલો આરોપી ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળા જામીન મેળવી વાહન ચોરીના ગુન્હામાં ફરાર થયેલ કાચા કામના આરોપીને જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોર્ડ જૂનાગઢના સંજય નગરમાંથી ઝડપી લીધો હતો.

પોલીસ મહાનિદેશક અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપીઓ ,વચગાળાના જામીન પર મુક્ત ફરાર આરોપી નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપેલ હોય અને વધુ મા વધુ આરોપીઓ પકડવા જણાવેલ હોય જે અન્વયે રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવીતેજા વાસમશેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હાના કામે ના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્કોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને આ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપેલ હતી.

જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ ના પો.ઈન્સ એચ.આઇ.ભાટી તથા પો.સબ. ઈન્સ વી.કે ઉંજીયાના માર્ગદર્શન અને સુચના અનુસાર પેરોલ ફર્લૉ સ્કોડના એ.એસ.આઇ. પ્રદીપભાઈ ગોહેલ તથા પો. હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ વઘેરા પો.કોન્સ દીનેશભાઇ છૈયા એ રીતેના સ્ટાફના જૂનાગઢ સીટી વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા. ત્યારે હકિક્ત મળેલ કે જૂનાગઢ બી. ડિવિઝન પો.સ્ટે.ના વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ કાચા કામનો આરોપી યોગેશ છોટાલાલ ગોંધિયા ઉવ.૪૨ રે જૂનાગઢ સંજયનગર વાળો ઉકત ગુન્હાના કામે જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના આરોપી તરીકે સજા ભોગવતો હોય જે આરોપી ગઇ તા.૧૭/૧/૨૨ ના રોજ વચગાળા જામીન મંજૂર કરાવી જૂનાગઢ જિલ્લા જેલ માંથી છૂટેલ હતો મુદત હરોળ જેલ હાજર થવાના બદલે પોતાના ની મેળે ફરાર થઇ ગયો હતો જે અંગે પેરોલ ફર્લો સ્કોડ ને આપેલ હોય ખાનગી રાહે હકિક્ત મળેલ કે આ કામનો આરોપી જૂનાગઢ સંજયનગરમાં આવેલ નસીબ પાનવાળી ગલી માં બેઠો છે તેવી હકીકત મળતા ઉકત વિસ્તારમાં જઇ વોચ તપાસમાં રહેતા આરોપી ત્યાંથી મળી આવતા તેને ઉપરોક્ત ગુન્હા બાબતે પૂછપરછ કરતા પોતે ગુન્હો કરેલાનું તથા જેલ ફરારી હોવાનીકબૂલાત કરતાં તેને હસ્તગત કરી જૂનાગઢ જીલ્લા જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.