જૂનાગઢમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો, બીજો ફરાર

જૂનાગઢ : જૂનાગઢ સી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના ગાંધીગ્રામ રામચોક વિસ્તારમાં આવેલા મકાનમાં રેઇડ કરી આ મકાનમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારુ વાઇટ વોડકા એપલ ફ્લેવર ફોરશેલ ઇન હરીયાણા ઓન્લી ૭૫૦ એમ.એલ કંપની શીલ બંધ કાચની છુટી બોટલ નંગ-૦૮તથા પેટી નંગ-૨ જેમા એક પેટીમા બોટલ નંગ-૧૨ મળી કુલ બોટલ નંગ-૩૧ જેમા એક બોટલની કી. રૂ. ૪૦૦ મળી કુલ કિં.રૂ-૧૨,૪૦૦નો મુદ્દામાલ સાથે આરોપી ધીરૂભાઇ નાથાભાઇ વાઘેલાને ઝડપી લીધો હતો. જ્યારે હાજર નહી મળી અવેલ લખનભાઇ રાજુભાઇ રબારીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.