વંથલીમાં બે પાણી ખેંચવાની ઇલેકટ્રીક મોટરની ચોરી

જૂનાગઢ : વંથલીમાં બે પાણી ખેંચવાની ઇલેકટ્રીક મોટરની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે હિતેષભાઇ દેવાભાઇ પીઠીયા (ઉ.વ.૩૮ રહે.કણજડી ગામ તા.વંથલી જી.જુનાગઢ)એ ફરિયાદ નોંધાવી છે કે,પીરબાપાની દરગાહ પાસે ઓઝતના પુલ પાસે વંથલી નજીક તેમના આંબાના બગીચામા પાણીની પાંચ હોશ પાવરની મોટર કિ.રૂ. ૧૬૫૦૦ ની કોઇ અજાણ્યો માણસ ચોરી કરી ગયો હતો.બીજા બનાવમાં દિપકભાઈ રામજીભાઈ ભાલોડીયા (ઉ.વ.૩૮ રહે.હાઇસ્કુલ રોડ,રોજી વાડીયા શેરી, વંથલી)એ ફરિયાદ નોંધાવી છે કે, મેગો માકૅટ વંથલી નજીક તેમની સીગલ ફેસની બે હોશ પાવરની ઇલેકટ્રીક મોટર આશરે કી.રૂ.૮,૫૦૦ ની કોઈ અજાણ્યો માણસ ચોરી કરી ગયો હતો.