કેશોદના શેરગઢમાં દુકાનો પાડવાની નોટિસમાં અનુસૂચિત જાતિનો ઉલ્લેખ કરાતા એટ્રોસિટી

જાતિ પ્રત્યે હડધૂત કરી વેરઝેર રાખવામાં આવતા મામલો ગરમાયો

જૂનાગઢ : કેશોદના શેરગઢમાં દુકાનો પાડવાની નોટિસમાં અનુસૂચિત જાતિનો ઉલ્લેખ કરાતા એટ્રોસિટીનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને જાતિ પ્રત્યે હડધૂત કરી વેરઝેર રાખવામાં આવતા મામલો ગરમાયો છે. હાલ પોલીસે આ મામલે એક આરોપી સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રવિણભાઇ નારણભાઇ વાળા (ઉ.વ ૪૦ રહે.શેરગઢ ગામ આબંડકર નગર કારી માં ના મંદીરની પાસે તા.કેશોદ)એ આરોપી મોહનભાઇ નારણભાઇ દયાતર (રહે.શેરગઢ ગામ તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ અગાઉ સને ૨૦૨૦ ની સાલમાં શેરગઢ ગામના તળાવમાથી માટી કાઢવા બાબતે ફરીયાદી તથા તેના સમાજના સભ્યોની સાથે ઝગડો કરેલ હોય જે બાબતેની કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થયેલ હોય તે બાબતેનુ મનદુખ રાખી ફરીયાદીની આ ગામમાં તળાવની પાસે આવેલ દુકાન હટાવવા બાબતે આરોપીએ ફરીયાદી તથા તેના સમાજના માણસો ઉભેલ હોય ત્યારે તેઓને કહેલ કે આ તેમના સમાજની દુકાનો પાડીજ નાખીસ તેવુ મે વચન લીધેલ છે તેવુ કહી તે બાદ ફરીયાદીને આ દુકાન હટાવી લેવા નોટીસ મોકલી નોટીસમાં અનુસૂચિત જાતિનો ગેર બંધારણીય શબ્દનો પ્રયોગ કરી ફરીયાદી તથા તેની જ્ઞાતીના માણસોને જાતી પ્રત્યે હડધુત કરતા આરોપી સામે પોલીસે એટ્રોસિટીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.