ભેસાણના ચણાકા ગામે રોડની સાઇડમા ઉતરી જતા બાઈક ચાલકનું મોત

જૂનાગઢ : ભેસાણના ચણાકા ગામે રોડની સાઇડમા ઉતરી જતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોરધનભાઇ રૈયાભાઇ પીપળીયા (ઉ.વ.૪૫ રહે.હાજાણી પિપળીયા તા.વિસાવદર) નામના યુવાન ગઈકાલે ભેસાણ ચણાકા ગામે રોડ પાસે પોતાનું બાઈક ચલાવીને જઈ રહ્યા હતા. ત્યારે પોતાની મેળે બાઈક રોડની સાઇડમા ઉતરી જતા તેમને માથાના ભાગે ઇજા થતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.