લગ્નના ત્રણ ચાર માસ બાદ પરિણીતાને ઘરેથી કાઢી મૂકી

જૂનાગઢમાં હાલ રહેતી ભાવનગરની પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢમાં હાલ રહેતી ભાવનગરની પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં લગ્નના ત્રણ ચાર માસ બાદ પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપીને પતિ તેમજ સાસરિયાઓએ ઘરેથી કાઢી મૂકતા પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ખુશીબેન ઉમંગભાઈ લુભાણી (ઠે.બીલખા રોડ, દાતારમંજીલ એસ.પી.સાહેબના બંગલાની બાજુમા ક્વાર્ટર નં૨યુ/૨ રહે.જુનાગઢ)એ તેના પતિ ઉમંગભાઈ અરવિંદભાઈ લુભાણી તથા દિવ્યાબેન અરવિંદભાઈ લુભાણી, હરેશભાઈ બટુકભાઈ લુભાણી (રહે. ગાંધીબાપુના પુતળા પાસે, ડુંગરાવાળીશેરી રહે.તળાજા જી.ભાવનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીબેનને લગ્નના ત્રણ ચાર માસ બાદ નાની મોટી બાબતમા મેણાટોણા મારી ઝઘડો કરી ગાળો આપી ઘરમાથી ધકો મારી કાઢી મુકી અને પાછી આવીશ તો જાનથી મારી નાખીશુ એવી ધમકી આપી શારીરીક માનસીક દુખત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.