ખરાબ માનસિક અવસ્થામાંને કારણે ઘરેથી નીકળી ગયેલા અમરેલીના વૃદ્ધનો ફરી પરિવાર સાથે ભેટો

જૂનાગઢમાં મળી આવેલા વૃદ્ધની પોલીસે સારસંભાળ રાખી તેના પરિવારજનો પત્તો મેળવીને વૃદ્ધનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો

જૂનાગઢ : જૂનાગઢ સાબલપુર ચોકડી ખાતેથ એક મોટી ઉંમરના સિનિયર સિટીઝન મળી આવ્યા હતા. જેઓ બોલી શકતા ન હતા અને કોઈ ઓળખ થયેલ નથી. તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેઓને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ હતા. તેઓ બોલી શકતા ના હોય અને તેઓ પાસે કોઈ ઓળખ પત્ર ના હોઈ, પોલીસ દ્વારા તેઓના સગા સંબંધી શોધવા ખૂબ જ અઘરું બનેલ હતું. પરંતુ પોલીસે આ અઘરું કામ પણ કુનેહપૂર્વક પાર પાડી તેના પરિવારજનો પત્તો મેળવીને વૃદ્ધનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ધોકડિયા, સ્ટાફના હે.કો. જૈતાભાઈ, ગોવિંદભાઈ, ભદ્રેશભાઇ, સહિતની ટીમ દ્વારા મળી આવેલ સિનિયર સિટીઝનને પોલીસ સ્ટેશન ખાતે લાવી, વ્યવસ્થિત બેસાડી, જમાડવામાં આવ્યા હતા. ત્યારબાદ મળી આવેલ સિનિયર સિટીઝન દાદા બાબતે વોટસએપ, ફેસબુક ના માધ્યમથી મેસેજ કરી, કોઈ જગ્યાએ થી ગુમ થયા હોય કે, ઘરેથી નીકળી ગયા હોય અથવા ઓળખતા હોય તેવા લોકોએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન અથવા જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અથવા પીએસઆઈ પી.વી. ધોકડીયાં મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવેલ હતી.

સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા, તેઓના પરિવારજનો પુત્ર વિપુલભાઈ ભીખાભાઈ ઝાલા રહે. વડેરા ગામ તા.જી.અમરેલી તથા ભાઈ મનસુખભાઇ ઉકાભાઇ ઝાલા રહે. બ્રાહ્મણ સોસાયટી, સ્વામિનારાયણ નગર, અમરેલીએ આવીને આ દાદા પોતાના પિતા/ભાઈ ભીખાભાઈ ઉકાભાઇ ઝાલા ઉવ. 65 હોવાની ઓળખ આપતાં, મગજ ફરી જતા ઘરેથી નીકળી અહીંયા આવી ગયેલા જણાવતા, સિનિયર સિટીઝનનું તેઓના પરિવાર સાથે મિલન કરાવવામાં આવેલ હતું. સીધા સાદા પરિવારજનો સાથે પોતાના વડીલનું મિલન કરાવતા મિલન કરાવવા કરવા બદલ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, પોતાના વડીલોનું ધ્યાન રાખવા, સિનિયર સિટીઝન પાસે મોબાઈલ નંબરની કાપલી રાખવા સલાહ આપી અને હવેથી તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. સિનિયર સિટીઝન દાદાનું તેના પરિવાર સાથે મિલન કરાવતા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દૃશ્યો સર્જાયેલ હતા.