કેશોદમાં સામસામા લગ્ન કરવા મામલે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ

બન્ને પરિવારોના સભ્યોએ એકબીજા ઉપર કુહાડી વડે હુમલો કર્યો હોવાની સામસામી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદમાં સામાસામાં લગ્ન કરવા મામલે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી અને બન્ને પરિવારોના સભ્યોએ એકબીજા ઉપર કુહાડી વડે હુમલો કર્યો હોવાની સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પુજાબેન મનસુખભાઇ વાધેલા (ઉ.વ.૨૧ રહે. ઉતાવડી નદિના કાઠે ૬૬ કે.વી સબ સ્ટેશનની બાજુમા કેશોદ)એ આરોપીઓ વિક્રમભાઇ લખુભાઇ વાધેલા, પ્રભાબેન વાઓ વિક્રમભાઇ લખુભાઇ વાધેલા, યોગેશભાઇ ઉર્ફે યોગી વિક્રમભાઇ વાધેલા (રહે. ત્રણેય પાતાળ કુવા પાસે કેશોદ), જેન્તીભાઇ ધુધાભાઇ, રાજુભાઇ ધુધાભાઇ, સુનીલભાઇ, ગીતાબેન રાજુભાઇ, ભરતભાઇ ભીમભાઇ સામે ફરિયાદ નોંધાવી હતો કે, આરોપી વિક્રમભાઇ ફરીયાદીના ભાઇ નવીનભાઇના સસરા થતા હોય તથા પ્રભાબેન ફરીયાદીના ભાઇ નવીનભાઇના સાસુ થતા હોય તેમજ આરોપી યોગેશભાઇ ફરીયાદીના ભાઇ નવીનભાઇના સાળા થતા હોય તેમજ ત્રીજા આરોપીને ફરીયાદી સાથે લગ્ન કરવા હોય જેથી આરોપીઓએ ફરીયાદીને લગ્ન બાબતે અવાર નવાર કહેતા રહેતા હોય તેમજ નવીનભાઇ તથા તેના પત્નીને બનતુ ના હોય જેથી નવીનભાઇના પત્ની તેના માવતરએ રીસામણે હોય જેથી આ બન્ને વાતનુ મનદુખ ચાલતુ હોય તેમજ બનાવ સમયે ફરીયાદી તથા તેમના ભાઇ નવીનભાઇ તથા કલ્પીતભાઇ તથા તેમના મમ્મી ચંપાબેન તથા ફરીયાદીના બહેન દિવ્યાબેન વાડીએથી ઘરે આવતા હોય જેમા ફરીયાદીના પિતા તથા ભાઇ કલ્પીતભાઇ તથા બહેન દિવ્યા અગાઉ ઘરે આવતા રહેલ હોય તેમજ ફરીયાદી તથા તેના ભાઇ નવીનભાઇ તથા તેના મમ્મી ચંપાબેન આ ત્રણેય બાઈક લઇ આવતા હોય એ દરમ્યાન આરોપી સુનીલભાઇના ઘર પાસે પહોચતા તમામ આરોપીઓએ તીક્ષ્ણ હથીયાર ધારણ કરી ફરીયાદી તથા સાહેદ મનસુખભાઇ તથા નવીનભાઇ તથા કલ્પીતભાઇ તથા ચંપાબેનને જેમફાવે તેમ ગાળો આપતા ફરીયાદી તેના પિતા મનસુખભાઇ તથા ભાઇ કલ્પીતભાઇ ને બોલાવી આવેલ તો તમામ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ઢીકાપાટુનો માર મારી તથા ગીતાબેનએ ફરીયાદીને છુટા પથ્થરનો ધા મારી તથા કુહાડી નવનીતભાઇ તથા કલ્પીતભાઇને જાનથી મારી નાખવાના ઇરાદે બન્નેના માથામા કુહાડી ના ઘા મારી ગંભીર ઇજાઓ કરી હતી.

સામાપક્ષે ફરિયાદી યોગીભાઇ વીક્રમભાઇ સોલંકી (ઉ.વ ૨૨ રહે. પાતાળા કુવાની પાસે બડોદર રોડ કેશોદ)એ આરોપીઓ નવીનભાઇ મનસુખભાઇ વાઘેલા, પુનમબેન ઉર્ફે હીનાબેન મનસુખભાઇ વાઘેલા, ચંપાબેન વાઓ મનસુખભાઇ વાઘેલા, મનસુખભાઇ વાઘેલા, કલ્પીતભાઇ મનસુખભાઇ વાઘેલા (રહે.બધા કેશોદ) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની બહેન એક આરોપીની પત્ની હોય તેમજ આ ફરીયાદીના બહેન બનેવીને અણબનાવ થતા આ ફરીયાદીની બહેન ફરીયાદીની ઘરે રીસામણે આવતી રહેલ હોય તે વાતનુ મનદુખ રાખી તમામ આરોપીઓએ પોતાના હાથમાં કુહાડી તીક્ષ્ણ હથીયાર ધારણ કરી ફરીયાદી તથા સાહેદો ને ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરીયાદીને હાથમાં ઉધી કુહાડીનો ઘા મારી સાહેદ પ્રભાબેનના પગમાં ઉધી કુહાડીનો ઘા મારી તે દરમ્યાન સાહેદ વિક્રમભાઇ વચ્ચે પડતા વિક્રમભાઇને મારી નાખવાના ઇરાદે ઉધી કુહાડીનો ઘા માથામાં મારી ગંભીર જીવલેણ ઇજા કરી હતી.