જૂનાગઢ જિલ્લાના ખેલ મહાકુંભના ટાઈમ ટેબલમાં ફેરફાર

જૂનાગઢ : ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ અંતર્ગત જૂનાગઢ શહેર તથા જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન થયેલ હતું. જેમાં ટેબલ ટેનિસની નેશનલ ઝોનલ ટુર્નામેન્ટ તથા રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન આગામી તા.૦૭/૦૫/૨૦૨૨ થી તા.૧૨/૦૫/૨૦૨૨ દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. જે અંતગર્ત જિલ્લાં કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધાના આયોજનમાં તારીખ, સ્થળ ફેરફાર કરવામાં આવેલ છે.

જેમાં જૂનાગઢ શહેર જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધા અંડર-૧૪અને ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ/બહેનો માટે સ્પર્ધા તા.૦૨/૦૫/૨૦૨૨ સવારે ૦૭-૩૦ અને ઓપન એઈજ ભાઈઓ/બહેનો માટે સ્પર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨ સવારે ૦૭-૩૦ અને અંડર-૧૭અને ૪૦ થી ઉપરના ભાઈઓ/બહેનો માટે સ્પર્ધા તા.૦૪/૦૫/૨૦૨૨ સવારે ૦૭-૩૦ સ્પર્ધા આલ્ફા વિદ્યા સંકુલ, વડાલ જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

જ્યારે જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધા અંડર ૧૪, ૧૭અને ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ/બહેનો માટે સ્પર્ધા તા.૦૨/૦૫/૨૦૨૨ સવારે ૦૭-૩૦ અને ઓપન એઈજ, ૪૦ વર્ષથી ઉપરના ભાઈઓ/બહેનો માટે સ્પર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨ સવારે ૦૭-૩૦ સ્પર્ધા એલ.વી.બી.હાઈ., કેશોદ ખાતે આયોજન કરવામાં આવેલ છે.