ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાના બીજા દિવસે આઠ કોપીકેસ

બે સેશનમાં ૭૫ કેન્દ્રો ઉપર કુલ ૨૧૫૬૦ વિદ્યાર્થીઓમાંથી ૪૧૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જૂનાગઢ : ભક્તકવિનરસિંહમહેતાયુનિવર્સિટી, જુનાગઢ દ્વારા આજરોજ પરીક્ષાના બીજા દિવસે વિવિધ ૭૫ કેન્દ્રો ઉપર બીજા તબક્કાની સ્નાતક કક્ષાની બી.એ., બી.એ. (હોમ સાયન્સ), બી.કોમ., બી.એસસી., બી.એસસી.(હોમ સાયન્સ), બી.બી.એ., બી.સી.એ.,બી.એસસી.(આઈ.ટી.), બી.એસસી.(ફોરેન્સિક સાયન્સ), બી.એસ.ડબલ્યુ., બી.આર.એસ., એલએલ.બી.સેમેસ્ટર – ૬ તથા એલએલ.બી. સેમેસ્ટર – ૫ (રેમેડીયલ)ની પરીક્ષામાં કુલ ૨૧૫૬૦વિદ્યાર્થીઓમાંથી ૪૧૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.

દિવસ દરમ્યાન બે સેશનમાં લેવાયેલ પરીક્ષાના બીજા દિવસના અંતે જૂનાગઢ, વિસાવદર, પોરબંદર તથા કોડીનાર ખાતે કુલ આઠ કોપીકેસ નોંધાયા હતાં. જેમાં અર્થશાસ્ત્ર વિષયમાં છ તથા કેમેસ્ટ્રી વિષયમાં બે કોપીકેસ નોંધાયા હતા.વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફ્લાઈંગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.