જૂનાગઢમાં પુત્રની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવેલા પિતાના બાઇકની ચોરી

જૂનાગઢ : જૂનાગઢમાં પુત્રની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવેલા પિતાના બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે અમરશીભાઇ પરમાર (ઉવ.૨૫ રહે.સાઢીયા શેરી કપ્ટન ચોક ખાગેશરી રોડ કુતીયાણા જી.પોરબંદર)એ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પોતાની પત્ની સાથે તેના દીકરાની સારવાર માટે સીવીલ હોસ્પીટલ જુનાગઢ આવેલ અને ત્યા સીવીલ હોસ્પીટલના પાર્કીંગમા પાર્ક કરેલ તેમનું GJ-04-L-7145 નંબરનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી ગયો હતો. બીજા બનાવમાં દિશાબેન જયદિપભાઈ પારેખ (રહે. જોષીપરા દેવ રેસીડન્સી બ્લોક નં-૧૯ જુનાગઢ)એ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘર જોષીપરા દેવ રેસીડન્સી બ્લોક નં-૧૯ પાસે પાર્ક કરેલ GJ 11 CF 5201 નંબરનું બાઈક અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયો હતો.