જૂનાગઢમાં ધોડીપાસાનો જુગાર રમતા બે ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢમાં ગઈકાલે પોલીસે જાહેરમાં ધોડીપાસાનો જુગાર રમતા બે આરોપીઓને ઝડપી લીધા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એ ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના દીવાન ચોક,રીક્ષા સ્ટેન્ડ પાછળ જાહેરમા ધોડીપાસા નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા આરોપીઓ પ્રફુલભાઇ ઉફે પ્રદિપ દેવશીભાઇ સોંદરવા, દીનેશભાઇ રાઘવજીભાઇ કોરીયાને રોકડા રૂ.૧૦૫૪૦ તથા ધોડીપાસા નંગ-૨ મળી કુલ કિ.રૂ.૧૦૫૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.