તુ સરપંચ બની ગયો એટલે તને હવા આવી ગઇ છે ? કહી સરપંચના પરિવાર ઉપર હુમલો

માંગરોળના સરમા (ઘેડ) ગામેં છ શખ્સોએ સરપંચ અને તેના પરિવારને માર માર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માંગરોળના સરમા (ઘેડ) ગામેં છ શખ્સોએ તુ સરપંચ બની ગયો એટલે તને હવા આવી ગઇ છે ? તેમ કહી સરપંચના પરિવાર ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ગામના સરપંચ તરીકે યુટાયેલા હોય જે બાબત આરોપીઓને ન ગમતા તેનો ખાર રાખીને સરપંચ અને તેના પરિવારને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શાંતીબેન કાન્તિભાઇ ચૌહાણ (ઉ.વ.૪૭ રહે.સરમા (ઘેડ) ગામ તા.માંગરોળ)એ આરોપીઓ ભીખાભાઇ મંગાભાઇ ચૌહાણ, મસરીભાઇ કારાભાઇ ચૌહાણ, વેજાભાઇ ઉગાભાઇ ચૌહાણ, દીપકભાઇ જેસાભાઇ ચૌહાણ, ગોવિંદભાઇ કારાભાઇ ચૌહાણ, મુળુભાઇ ભીમાભાઇ ચૌહાણ (રહે.બધા સરમા (ઘેડ) ગામ તા.માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના પતિ સરમા ગામના સરપંચ તરીકે ચુટાયેલ હોય જે આરોપીઓને ગમેલ ન હોય જે બાબતેનો ખાર રાખી આ કામના આરોપી પોતાના હાથમાં કુહાડી લઇ ફરીયાદીના ઘરે જઇ સરપંચ કાન્તિભાઇ મંગાભાઇ ચૌહાણને કહેલ કે તુ સરપંચ બની ગયો એટલે તને હવા આવી ગઇ છે તુ સરપંચાઇ કેમ કરી લે તે હુ જોઇ લઉ તેમ કહી ગાળો આપવા લાગેલ તે દરમ્યાન અન્ય આરોપીઓ તેઓના હાથમાં લાકડીઓ તથા પાઇપ લઇને ફરીયાદીના ઘરની ડેલી ટપી ગુન્હાહીત અપ્રવેશ કરી તમામ આરોપીઓએ સરપંચ કાન્તિભાઇ મંગાભાઇ ચૌહાણને લાકડીઓ તથા પાઇપ તથા કુહાડી જેવા હથીયારોથી શરીરે આડેધડ માર મારતા ફરીયાદી તથા સાહેદ મનીષાબેન તથા નીતાબેન તથા જયેશ સાહેદ કાન્તિભાઇને વધુ માર માથી છોડાવવા જતા તેઓને પણ શરીરે ઢીકાપાટુનો તથા લાકડીવતી માર મારી મુઢ ઇજાઓ કરી તથા સાહેદ કાન્તિભાઇને માથાના ભાગે ઇજા કરી તથા ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ કરી તથા શરીરે મુંઢ ઇજાઓ કરી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.