જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ બાઇકની ઉઠાંતરી

ત્રણેય બાઈક ચોરીની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢમાં હમણાંથી બાઈક ચોર ટોળકી સક્રિય થઈ હોય તેમ ઉપરાછાપરી બાઈક ચોરીની ઘટના સામે આવી છે. ત્યારે જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ બાઇકની ઉઠાંતરી થઈ છે. આ ત્રણેય બાઈક ચોરીની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૨૦ના રોજ લાલબહાદુર સોસાયટી લક્ષ્મી મોબાઇલ નામની દુકાન પાસે જુનાગઢ ખાતે ફરિયાદી વિજય દિપકભાઇ જીવનાણી (ઉ.વ.૨૭ રહે. બ્લોક નં. બી- ૨૦. કંકેશ્વરી સોસાયટી બ્રહમ સમાજ હોલ પાસે જોષીપરા, જુનાગઢ)નું GJ 11 BP 8786 નંબરનું પાર્ક કરેલ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ઉઠાવી ગયો હતો.બીજા બનાવમાં ગત તા.૧૬ના રોજ હનુમાનપરા કેસરીયા પાનની બાજુમા જોષીપરા જુનાગઢ ખાતે ફરિયાદી દિનેશભાઇ નારણભાઇ વાઢીયા (ઉ.વ.૪૨ રહે. હનુમાનપરા કેસરીયા પાનની બાજુમા જોષીપરા જુનાગઢ)નું પાર્ક કરેલ સ્પેલેન્ડર પ્લસ મોટર સાયકલ અજાણ્યો ચોર ઈસમ ઉઠાવી ગયો હતો. ત્રીજા બનાવમાં ગત તા.૧૬ના રોજ પ્રીઝમ કોમ્પ્લેક્ષના પાર્કીંગમાથી જુનાગઢ ખાતે ફરિયાદી ગીરીશભાઇ વિનોદરાય ગોડલીયા (ઉ.વ.૪૧ રહે. ઝાઝરડા રોડ જીવનધારા -૩ જુનાગઢ)નું પાર્ક કરેલ GJ 11FF5577 નંબરનું બાઈક અજાણ્યો ચોર ઈસમ ઉઠાવી ગયો હતો.