બિલખા નજીક રીક્ષામાં મુસાફરીના બહાને વૃદ્ધાનો સોનો ચેઇન તફડાવી લેનાર એક ઝડપાયો

આરોપીએ પોતાના ભાઈ-ભાભી અને પત્ની સાથે મળીને સોનાનો ચેઇન સેરવી લીધાની કબૂલાત આપી

જૂનાગઢ : બિલખાના બાદલપુર પાસેથી અજાણ્યા ઇસમ તથા બે મહિલાઓ દ્વારા પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી ગળામાં પહેરેલ સોનાનો ચેઇન ધ્યાન બહાર સરકાવી લઇ જનાર ઇસમને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભેંસાણ યોકડી પાસેથી દબોચી લઇ ચોરીમાં ગયેલ સોનાનો ચેઇન વેચી મેળવેલ રોકડા તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિ.રૂ.૫૫,૦૦૦ નો મુદામાલ રીકવર કરી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, આરોપીએ પોતાના ભાઈ-ભાભી અને પત્ની સાથે મળીને સોનાનો ચેઇન સેરવી લીધાની કબૂલાત આપી હતી.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ બનેલ હોય. તે જગ્યાની વીજીટ લઇ બનાવ સ્થળની આસપાસના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી આવા ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.

દરમ્યાન બીલખા પો.સ્ટે.માં નોંધાયેલા ગુન્હા મુજબ ગઇ તા.૨૦ એપ્રિલના રોજ એક વૃદ્ધાએ પહેરેલ સોનાનો ચેન દોઢ તોલાનો કિ.રૂ.૩૦,૦૦૦ નો અજાણ્યા ઓટો રીક્ષા ચાલક અને બે અજાણી સ્ત્રીઓ ચોરી કરી લઇ ગયેલનો બનાવ બનેલ હોય, જે ગુન્હો અનડીટેક્ટ હોય. જેથી સદરહુ ગુન્હો ડીટેક્ટ કરવા માટે ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સ તથા બનાવ સ્થળ આસ પાસના વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેઝ મારફતે પ્રયત્નો હાથ ધરેલ હોય તે દરમ્યાન ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા તથા પો.હે.કો. જયદિપ કનેરીયા તથા પો.કોન્સ. સાહિલ સમા, ભરત સોલંકીઓને સંયુક્તમાં ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, આ ગુન્હામાં જેતપૂરનો ગોપાલ ભાણાભાઇ દેવીપુજક સંડોવાયેલ છે અને હાલ જૂનાગઢથી રાજકોટ તરફ રોડ ઉપર ભેસાણ ચોકડી નજીક ઉભેલ છે અને તેણે દુધીયા કલરનું ટી શર્ટ તથા બ્લૂ જીન્સન પેન્ટ પહેરેલ છે. તેવી ચોક્ક્સ હકિકત મળતા ઉપરોક્ત પો.સ્ટાફના માણસો સાથે હકિકત વાળા સ્થળે તપાસ કરતા ભેસાણ ચોકડી નજીક ઉપરોક્ત વર્ણન વાળો એક ઇસમ મળી આવતા રાઉન્ડઅપ કરી ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પુછપરછ કરતા જણાવેલ છે કે, ગઇ તા.૨૦/૦૪/૨૦૨૨ ના રોજ પોતે તથા તેના ભાઇ ગોવિંદ તથા તેની પત્નિ કાજલ અને તેના ભાભી ભારતીબેન સાથે મળી તેઓએ તેના ભાઇ ગોવિંદની રીક્ષામાં બાદલપુર નજીકથી ત્રણ બહેનોને જૂનાગઢ માટે બેસાડેલ અને રસ્તામાં તેની પત્નિ તથા તેના ભાભીએ ત્રણ બહેનો પૈકી એક બહેનએ ગળામાં પહેરેલો સોનાનો ચેન સરકાર્વી ચોરી કરી લીધેલ હોવાની હકિકત જણાવે છે. મજકૂર ઇસમની અંગ જડતી કરતા મળી આવેલ મુદામાલ રીકવર કરી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે બીલખા પો.સ્ટે.ને સોંપી આપવામાં આવેલ છે.

પોલીસે આરોપી ગોપાલ ભાણાભાઇ સોલંકી (ઉવ.૨૧ રહે. જેતપુર ગુજરાતી વાડી, મેળાવાળા પ્લોટની બાજુમાં મુળ રાજકોટ નવાગામ મામાવાડી તા.જી.રાજકોટ)ને ચોરી કરેલ મુદામાલ વેચીને ભાગમાં આવેલ રૂપિયા પૈકીના રૂ.૩૫,૦૦૦ તથા મો.ફોન-૨ કિ.રૂા.૨૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૫૫,૦૦૦ સાથે ઝડપી લીધો હતો. આ આરોપીએ કબુલાત આપી હતી કે, આશરે પાંચેક દિવસ પહેલા હુ તથા મારો બનેવી કમલેશ મથુરભાઇ વાળોદરીયા રહે. બગસરા તથા મારો ભાઇ ગોવિંદ ઉર્ફે સુરેશ, રાજેશ એમ ચારેય જણા ચોરી કરવા માટે મારાભાઇ ગોવિંદની રીક્ષામાં જેતપુરથી કેશોદ તરફ આવેલ હતા. દરમ્યાન ખોખરડા ફાટક પાસેથી એક બહેનને અમારી સાથે રીક્ષામાં બેસાડેલ અને એ બહેનએ ગળામાં સોનાનો ચેઇન પહેરેલ હોય જે ચેઇન અમોએ તેને વાતોમાં ઉલજાવી તેમની નજર ચુકવી કાઢી લીધેલ હતો. જે ચેઇન મારો ભાઇ ગોવિંદ લઇ ગયેલ હતો અને તે ચેઇન વેચી મને ભાગે પડતા રૂપિયા આપેલ છે જે ઉપરોકત ૩૫૦૦૦ રૂપિયામાં સાથે છે. આથી પોલીસે આ તમામ ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.