ચોરવાડ નજીક અગાઉની ફરિયાદનો ખાર રાખી યુવાન ઉપર હુમલો

જૂનાગઢ : ચોરવાડ નજીક અગાઉની ફરિયાદનો ખાર રાખી યુવાન ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદી નારણભાઇ મશરીભાઇ ચાવડા (ઉ.વ.૪૦ રહે.કીંદરવા તા.વેરાવળ જી.ગીરસોમનાથ)એ આરોપીઓ રમેશભાઇ કમાભાઇ સામેડા, જયેશભાઇ સામેડા, રાણીબેન રમેશભાઇ સામેડા (રહે.તમામ કીંદરવા ગામ તા.વેરાવળ જી.ગીરસોમનાથ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી રાણીબેન રમેશભાઇ સામેડાએ ફરીયાદી ઉપર અગાઉ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમા એટ્રોસિટીની ફરીયાદ કરેલ ફરીયાદી જામીન પર છુટેલ હોય તેનુ મનદુ:ખ રાખી આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો મારમારી તથા જાહેરમા ગાળો કાઢી લાકડીઓ વડે ફરીયાદીને વાસાના ભાગે મારી સામાન્ય ઇજાઓ કરી હતી.