જૂનાગઢમાં ૨૪ એપ્રિલે ૩૬૭૫૪ ઉમેદવારો બિનસચિવાલય કલાર્ક અને ઓફીસ આસીસટન્ટની પરીક્ષા આપશે

જૂનાગઢ જિલ્લાના ૧૧૮પરીક્ષા કેન્દ્ર પર પ્રાથમિક પરીક્ષાનું ચુસ્ત આયોજન

પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

જૂનાગઢ : ગુજરાત ગૈાણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-૩ ની પ્રાથમિક કસોટી તા.૨૪ એપ્રિલના રોજ જૂનાગઢના ૧૧૮ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. જેમાં ૩૬૭૫૪ ઉમેદવાર પરીક્ષા આપશે. આ દરમિયાન તા.૨૪ના સવારના ૧૦ કલાક થી સાંજના ૧૫-૦૦ કલાક સુધી પરીક્ષા પ્રક્રિયા દરમિયાન નીચે મુજબના કૃત્યો્ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યોપ છે.

આ પરીક્ષા કેન્દ્રો્ની આસપાસ ૨૦૦ મીટર વીસ્તાોરનાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠાં થવું નહિં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં,પરીક્ષા કેન્દ્ર ની આસપાસનાં ૨૦૦ મીટરના વિસ્તા્રમાં કોપીઇંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વયવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ –મશીન ધારકોએ તેમના કોપીંગ મશીન ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તા વેજો કાગળોની નકલો કાઢવી નહીં. ઝેરોક્ષ મશીન બંધ રાખવા.

પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રનના સંચાલકઓ, ખંડ નિરીક્ષકો,વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવેલ છે. તે વોટરમેન, બેલમેન, કે જેઓ સક્ષમ અધિકારીઓ દ્વારા ઓળખ પત્ર આપવામાં આવ્યાઆ છે. તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો,વહીવટી કર્મચારીઓ,જાહેર જનતા કે ફરજ પરનાં તમામ પ્રકારનાં સરકારી કર્મચારીઓએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુક અથવા ઈલેકટ્રોનિક્સ આઇટમ જેવી કે મોબાઇલ ફોન,પેજર, કેલ્ક્યુ લેટર,વિગેરે ,પુસ્ત્ક,કાપલી,ઝેરોક્ષ નકલો,પરીક્ષા સ્થકળમાં લઇ જવા નહીં અને તેમાં મદદગારી કરવી નહીં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધીત કામગીરીમાં રોકાયેલ ફરજ પરનાં અધીકૃત માણસો સિવાય કોઇએ પ્રતિબંધીત વિસ્તાષરમાં દાખલ થવુ નહીં,કોઇ પણ ઇસમે કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાન્તીી અને લેખન કાર્યમાં અડચણ/ધ્યાનભંગ થાય તેવુ કૃત્ય કરવુ/કરાવવુ નહીં. આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઇંગ મશીનનો વપરાશ કરતી વ્ય કિતઓને તથા ફરજની રૂએ જે કર્મચારીઓને મુકિત આપવામાં આવી હોય, તેવી વ્ય કિતઓને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યવકિત સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.