જૂનાગઢમાં પોલીસનું સઘન કોમ્બિગ, ગુન્હેગારોની ઉલટ તપાસ

તાજેતરમાં ભારત મિલના ઢોળા ઉપર બનેલા મારામારીના બનાવને અનુસંધાને ચેકિંગ હાથ ધરાયુ

હાલમાં તાજેતરમાં તહેવારોની સીઝન શરૂ થયેલ હોઈ, જૂનાગઢ રેંજના પોલીસ વડા ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર વિસ્તારમાં કોમ્બિન્ગ હાથ ધરવા તમામ પોલીસ અધિકારીઓને સુચનાઓ કરવામાં આવેલ છે. જેથી જૂનાગઢમાં પોલીસે સઘન કોમ્બિગ હાથ ધર્યું હતું.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ભારત મિલના ઢોળા ઉપર બનેલ મારામારીના બનાવ અનુસંધાને એ ડિવિઝન પીઆઇ એમ.એમ.વાઢેર, પીઆઇ આર.એસ.પટેલ, પીએસઆઇ એ.કે.પરમાર, આર.પી.ચુડાસમા, એ.બી.દત્તા, સી ડિવિઝન પીએસઆઇ જે.જે.ગઢવી, બી ડિવિઝન પીએસઆઇ જે.એચ.કછોટ, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા તેમજ તાલુકા પોસઈ પી.વી. ધોકડીયા, ભવનાથ પોસઈ એમ સી.ચુડાસમા સહિતના જૂનાગઢ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, જુનાગઢ તાલુકા, ભવનાથ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફરલો સ્ક્વોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતના આશરે 10 જેટલા પોલીસ અધિકારીઓ તથા 60 જેટલા સ્ટાફના માણસોના વિશાળ કાફલા સાથે ભારતમિલ ના ઢોળા વિસ્તાર, સુખનાથ વિસ્તાર, દાતાર રોડ તથા દોલતપરા વિસ્તારમાં ભૂતકાળમાં ચોરી, લૂંટ, ખૂન, મારામારી, જુગાર, દારૂ, જેવા ગુન્હાઓમાં પકડાયેલા ગુન્હેગારોનું લિસ્ટ બનાવી કોમ્બિંગ કરી, સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.

જૂનાગઢ પોલીસના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા આજરોજ યોજવામાં આવેલ કોમ્બિન્ગ દરમિયાન ભારત મિલના ઢોળા વિસ્તાર તથા દોલતપરા રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓ પકડાયેલ અને જાણીતા ગુન્હેગારોના ઘરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા, ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓ અને જાણીતા ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો હતો. આ સઘન ચેકીંગ દરમિયાન જાણીતા ગુન્હેગારોના ઘર ચેક કરવામાં આવેલ હતા.