જૂનાગઢના જોષીપરા વિસ્તારની ૧૬ વર્ષની કિશોરી ગુમ

જૂનાગઢ : જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની કિશોરી તા.તા.૧૨/૪/૨૦૨૨ના રોજ પોતાના ઘરેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫.૮ ફુટ, બાધો મજબુત અને રંગ ઘઉંવર્ણ છે. કિશોરના કાન પાસે તલનું નિશાન છે. તેમણે પંજાબી ડ્રેસ પહેર્યો છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા બી ડીવિઝન પોલીસે જણાવ્યું છે.