વંથલીના નાંદરખી પ્રાથમિક શાળાના બાળકો ખેલ મહાકુંભમાં અવ્વલ

શાળાના ૧૧ બાળકોએ વિવિધ સ્પર્ધામાં સારૂ પ્રદર્શન કરી નંબર મેળવ્યો

જૂનાગઢ : વંથલી તાલુકાના નાંદરખીની પ્રાથમિક શાળાના બાળકો ખેલ મહાકુંભમાં અવ્વલ આવ્યા છે. શાળાના ૧૧ જેટલા બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ સારૂ પ્રદર્શન કરી સ્પર્ધામાં નંબર મેળવ્યો છે.

વંથલી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન તા.૨૧ થી ૨૫ માર્ચ દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં નાંદરખી ગામની પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી શાળાના વિદ્યાર્થીઓ રાઠોડ ફેનીલ, ઠાકોર સંગીતા લાંબીકુંદ અને મસાનીયા દિપક ઊંચી કુદમાં તથા ઠાકોર મેહુલ ગોળા ફેંક, સાગઠીયા આર્યન સ્ટે.બ્રોડ જમ્પમાં અવ્વલ આવ્યા છે તેમજ બામણિયા ઉષા, બામણિયા પ્રિયંકા, બામણિયા સેજલ અને ઘોડ પાયલ ૧૦૦ થી ૬૦૦ મી. દોડમાં અવ્વલ આવી શાળાનું નામ રોશન કરતા શાળાના આર્ચાય અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.