જૂનાગઢમાં PGVCL દ્વારા છેલ્લા સાત માસ દરમિયાન કુલ 1032.37 લાખની વીજચોરી પકડાઈ

કુલ 37613 વીજ જોડાણોની ચકાસણી દરમિયાન કુલ 6886 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ

જુનાગઢ : જીયુવીએનએલનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા સાત માસમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન આશરે રૂ.1032.37 લાખની પાવર ચોરી પકડી પાડવામાં આવેલ છે.છેલ્લા સાત માસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગ દરમ્યાન કુલ 37613 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવેલ હતી.જેમાંથી કુલ 6886 કનેક્શનમાં ગેરરીતિથી ઝડપવામાં આવ્યા છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.હેઠળની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.કંપની હેઠળ વીજ લોસીસ ઘટાડવા માટે છેલ્લા સાત માસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી જૂનાગઢ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરઓ અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરઓની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ સપ્ટેમ્બર-21 થી માર્ચ-22 દરમ્યાન કુલ 37613 વીજ જોડાણો ચેક કરવામાં આવેલ હતું.જેમાંથી કુલ 6886 વીજ જોડાણોમાં વીજ ચોરીના પુરવણી બીલો આપવામાં આવેલ હતા.જેની અંદાજીત રકમ રૂ.1032.37 લાખ થવા રૂપિયાની આકારણી થયેલ છે.

પીજીવીસીએલ હેઠળ વિજીલન્સ વિભાગ તથા સબ ડીવીઝન / ડીવીઝનના અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા વીજ ચોરી ડામવા માટે સતત કામગીરીઓ કરવામાં આવેલ પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા વીજ ચેકિંગની સારી કામગીરી કરતા અધિકારીઓ / કર્મચારીઓને પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધારેલ હતો.કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપાતા સાચા ગ્રાહકોમાં પણ આનંદની લહેર વ્યાપી ગયેલ અને કંપનીની કામગીરીને બિરદાવેલ હતી.