જૂનાગઢ જિલ્લામાં સર્વેરોગ નિદાન-સારવાર મેગા કેમ્પ યોજાયો

આયુર્વેદ વિભાગ આયોજિત સર્વેરોગ નિદાન-સારવાર કેમ્પનો અંદાજે ૬૩૮ જેટલા દર્દીઓએ લાભ લીધો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા આયુર્વેદ શાખા પંચાયત વિભાગ દ્વારા સર્વેરોગ નિદાન-સારવાર મેગા કેમ્પ યોજાયો હતો.જેમાં માળીયા(હાટીના),મેંદરડા ખાતે યોજાયેલ કેમ્પમાં ૬૩૮ લાભાર્થીઓએ સારવાર લીધી હતી.

૭૫માં આઝાદી-કા-અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢના માર્ગદર્શન મુજબ અને જિલ્લા આયુર્વેદ અધિકારી સરકારી આયુર્વેદ દવાખાનું બાબરાગીર, સમઢીયાળા તથા સરકારી હોમિયોપોથી દવાખાનું ભાટગામ, અરણીયાણાના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપોથી સર્ગેરોગ નિદાન અને સારવાર મેગા કેમ્પનું આયોજન તા.૧૬/૦૪/૨૦૨૨ને શનિવારે રોજ લોહાણા મહાજન વાડી, માળીયા (હાટીના) અને નથવાણી હોલ મેંદરડા ખાતે આયોજનકરવામાં આવ્યું હતુ.

આ કેમ્પમાં અંદાજે ૬૩૮ જેટલા દર્દીઓએ વિવિધ આયુર્વેદ તજજ્ઞો પાસે સારવાર લીધેલ, ૧૭૧-દર્દીઓએ હોમીયોપોથી નિષ્ણાંતની સારવાર લીધેલ, ૪૮-દર્દીઓએ અગ્નીકર્મનો લાભ લીધેલ, ૧૧૧૫-જેટલા લાભાર્થીઓએ રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળા, ૧૫૦-જેટલા સંશમવટી અને ૭૩૫-જેટલા લાભાર્થીઓએ આર્સોનિક આલ્બ-૩૦નો લાભ લીધેલ હતો.

આ કેમ્પમાં રસોડાની ઔષધિ તથા ઘરની આસપાસની વનસ્પતિ ની ઓળખ કરી સારવારમાં કઇ રીતે ઉપયોગી છે તેની માહિતી આપી લોકો ઘર આંગણે જુદી જુદી ઔષધિય વનસ્પતિ ઉગાડવાની સમજ આપવામાં આવી હતી. તેમજ જન્મ લેનાર સંતાન પ્રભાવી,બુદ્ધિશાળી અને ઉતમ રોગપ્રતિકારક શક્તિ સાથે અવતરે અને ઉતમ સમાજનું નિર્માણ થાય તે માટે આયુર્વેદ અનુસાર ગર્ભસંસ્કાર વિશેની સમજ આપવામાં આવી. આ ઉપરાંત કેમ્પ ચિત્ર પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતુ.જેમાં દરેક જુદી જુદી ઋતુ માં આયુર્વેદ અનુસાર શું શું કરવું તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.