ભારતમાં સૌપ્રથમવાર જૂનાગઢ ખાતે “હેપ્પીનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોજેકટનું અમલીકરણ

કામગીરીમાં ગુણાત્મક આઉટપુટ મેળવવા, કાર્યક્ષમતા-ઉત્પાદકતા વધારવા માટે જૂનાગઢ જિલ્લા સમાહર્તા રચિત રાજની નવીન પહેલ

ગ્રોસ ડોમેસ્ટિક હેપીનેસ રેન્કિંગમાં ભારતનું ૧૩૬મું સ્થાન, દેશનું પ્રદર્શન સુધારવામાં આ નૂતન અભિગમ ઉપયોગી બનશે

જૂનાગઢ : સરકારની કરોડરજ્જુ સમાન ગણાતા રેવન્યુ વિભાગની કામગીરી ખૂબજ મહત્વની છે. ત્યારે વહિવટમાં કામ કરતા લોકો હળવા થઇ ભારણ વગર,હકારાત્મક અને ખુશી સાથે કામ કરી શકે એ માટે દેશમાં પ્રથમ વખત જૂનાગઢ ખાતે થી હેપ્પીનેસ એડમીનીસ્ટ્રેશન પ્રોજેક્ટ લોંન્ચ કરવામાં આવ્યો છે.

આજે કલેકટર કચેરીના સભાખંડ ખાતે રેવન્યુ વિભાગના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં કલેકટર શ્રી રચિત રાજે સૌપ્રથમવાર જૂનાગઢ ખાતે થી “હેપ્પીનેસ એડમિનિસ્ટ્રેશન”વહીવટમાં સુખ અને સુખી વહીવટ નવી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ અંગે કલેકટરએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર લોકો માટે સમર્પીત છે ત્યારે ૧૭ લાખ જૂનાગઢવાસીઓ પણ સરકારની કામગીરી થી ખુશ રહે એ માટેના હકારાત્મક અભિગમ સાથે આ નવતર પહેલનો આરંભ કરવામાં આવ્યો છે.

કલેકટર રચિત રાજે હેપ્પીનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોજેકટ દ્વારા દેશના ગ્રોસ ડોમેસ્ટ્રીક હેપ્પીનેસ રેન્કિંગ જમાં ભારતનો ક્રમ ૧૩૬ છે. તેમાં આ પ્રોજેકટ પ્રદર્શન સુધારવા માટે ઉપયોગી સાબતી થશે.

કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે, વ્યક્તિએ ખુશ રહેવું એ જવાબદારી છે. ખુશી સાથે કામ કરવાથી કામગીરી શ્રેષ્ડ રીતે થવાની સાથે-સાથે આત્મસંતોષ પણ મળતો હોય છે. હવેથી દર મંગળવારે વહીવટીતંત્રમાં હેપ્પીનેસ ડે ની ઉજવણી કરવામાં આવશે. જેમા જૂનાગઢવાસીઓને પણ સહભાગી બનાવવામાં આવશે.

આ પ્રોજેકટ લોચીંગ વખતે વહિવટમાં હેપ્પીનેસ લાવવા શુ થઇ શકે તે માટે પાવરપોઇન્ટ પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમા જયેશભાઇ દઢાણીયા, હરદીપભાઇ પટેલ, હિતેષભાઇ ટાંક, કિશનભાઇ ત્રાંબડીયા, અમીતભાઇ ચૌહાણ, કિશોરીબેન પોપટે પ્રેજેન્ટેશન રજૂ કર્યું હતું.જેમાં ખુશહાલ જીવન માટેના અભ્યાસ,તારણો, વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.

આ તકે વંથલી પ્રાંતઅધિકારીશ્રી હતુલ ચૌધરી, અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, જૂનાગઢ પ્રાંતઅધિકારી શ્રી ભૂમીબેન કેશવાલા સહિત ડેપ્યુટી કલેકટર, મામલતદાર, નાયબ મામલતદાર ઉપસ્થિત રહ્યાં હતાં.

વિશ્વભરમાં ખુશહાલ જિંદગી ગુજારતા લોકોની અને દેશો સંખ્યા ઓછી છે.ત્યારે વિશ્વમાં ભૂટાને સૌ પ્રથમવાર ગ્રોથ ડેવલ્પમેન્ટ હેપ્પીનેસ પ્રોજેકટ શરૂ કર્યો હતો. જૂનાગઢ કલેકટર કચેરીના સભાખંડમાં રચિત રાજે આ પ્રોજેક્ટ લોંન્ચિગ વખતે જણાવ્યું હતું કે, ભૂટાનમાં આ સૌથી શરૂઆત કરવામાં આવી હતી જેના લીધે અર્થતંત્રના વિકાસમાં ફર્ક પડ્યો હતોં. ત્યારે ભારતમાં પ્રથમવાર જૂનાગઢમાં આ પ્રોજેકટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટથી કર્મયોગીઓ ખૂશ થઇ કામ કરશે. અને ખુશી થી કોઇ પણ કામ કરવાથી સફળતા મળે છે.