જૂનાગઢમાં ગોડાઉનમાંથી લોખંડ તથા ત્રાંબાના ભંગારની ચોરી

જૂનાગઢ : જૂનાગઢમાં ગોડાઉનમાંથી લોખંડ તથા ત્રાંબાના ભંગારની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે હાજીરજાક લતીફભાઇ ખંધા (રહે નરસીંહ વિધ્યામંદીર જુલાઇવાળા જુનાગઢ)એ અજાણ્યો ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતો કે, જૂનાગઢના રેલ્વે સ્ટેશન પોસ્ટ ઓફીસની બાજુમાં બુગદા સ્કુલની સામે આવેલ ફરીયાદીના ગોડાઉનમાથી કોઈ અજાણ્યો ઈસમ લોખંડના ભંગાર બાચકુ અંદાજીત વજન કીલો-૪૦ કિરૂ.૨૦૦૦ તથા ત્રાંબાના વાયરનુ બાચકુ વજન આશરે કિલો-૨૫ કીરુ.૧૮,૭૫૦ મળી કુલ રૂ.૨૦,૭૫૦ના લોખંડ તથા ત્રાબાના ભંગારની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.