જમીનના ડખ્ખામાં કૌટુંબિક કાકા-બાપાના ભાઈઓ વચ્ચે લડાઈ, એકની આંખ ફૂટી ગઈ

જૂનાગઢના સણાથા ગામેં વાડી વિસ્તારમાં કાકા-બાપાના પરિવારો વચ્ચે હુમલો થયા બાદ સામસામી ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના સણાથા ગામેં વાડી વિસ્તારમાંજમીનના ડખ્ખામાં કૌટુંબિક કાકા-બાપાના ભાઈઓ વચ્ચે લડાઇ જામી પડી હતી. જેમાં બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કરતા એકની આંખ ફૂટી ગઈ હતી અને કાકા-બાપાના પરિવારો વચ્ચે હુમલો થયા બાદ સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અજયભાઇ ગોવિંદભાઇ ગંભીર (ઉવ.૨૫ રહે. સણાથા ગામ વાડી વિસ્તાર તા.જી.જુનાગઢ)એ આરોપીઓ દેવરખીભાઇ દુદાભાઇ ગંભીર, દેવાણંદભાઇ દુદાભાઇ ગંભીર, અભય દેવાણંદભાઇ ગંભીર, હિતેશ દેવાણંદભાઇ ગંભીર, હિતેન દેવરખીભાઇ ગંભીર, જીવતીબેન દેવાણંદભાઇ ગંભીર, જશુબેન દેવરખીભાઇ ગંભીર (રહે. તમામ સણાથા ગામ વાડી વિસ્તાર તા.જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તથા આરોપીઓ કાકા-બાપાના કુટુંબી ભાઇઓ થતા હોય અને બન્ને પરીવારને જમીન બાબતનુ જુનુ મનદુખ ચાલતુ હોય અને ફરીયાદી ગઇ તા.૧૭ એપ્રિલના રોજ પોતાના ખેતરમા પાણી વાળતા હતા અને પાણીના ધોળીયામા વડલાના પાંદડા આડા આવતા હોય તે હટાવતા હોય ત્યારે આરોપીઓએ આવી ફરિયાદીને ખાખા હટાવવાની ના પાડી ગાળા ગાળી કરતા ફરીયાદીએ આ વાત સાહેદોને કરતા સાહેદો આરોપીને સમજાવવા જતા તમામ આરોપીઓએ લાકડી તથા પાઇપ જેવા હથીયાર ધારણ કરી પોતાની પાસેના હથીયારો વડે તથા ઢીકાપાટુથી ફરીયાદી તથા સાહેદોને માર મારી ફરીયાદીને ડાબા પગના સાથળમા તથા સાહેદ હમીરભાઇને વાસામા તેમજ ડાબા પગમા તથા સાહેદ ગોવિંદભાઇને વાસામા તેમજ કમરના ભાગે તથા સાહેદ શોભાબેનને જમણા હાથના પોચામા મુંઢ ઇજા કરી હતી.

સામાપક્ષે જીવતીબેન દેવાણંદભાઇ ગંભીર (ઉ.વ.૪૫ રહે.સણાથા ગામ વાડી વિસ્તાર તા.જી.જુનાગઢ)એ આરોપીઓ અજયભાઇ ગોવીંદભાઇગંભીર, હમીરભાઇ જગમાલભાઇ ગંભીર, ગોવીંદભાઇ જગમાલભાઇ , શોભાબેન ગોવીંદભાઇ, કનુભાઇ સરમણભાઇ
(રહે.તમામ સણાથા ગામ વાડી વિસ્તાર તા.જી.જુનાગઢ) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપીઓ કાકા-બાપાના કુટુંબી ભાઇઓ થતા હોય અને બન્ને પરીવારને ખેતીના લાઇટ કનેકશન બાબતે મનદુખ ચાલતુ હતું.

દરમિયાન ગઇ તા.૧૭ના રોજ ફરીયાદી પોતાના ખેતરમા આવેલ મોટરની ઓરડીમા મોટર ચાલુ કરવા જતા આરોપીઓએ જુના મનદુઃખનો ખાર રાખી ફરીયાદીને ગાળો આપી ધક્કો મારી પછાડી દઇ અને અન્ય આરોપીઓએ પણ ત્યા આવી જઇને ફરીયાદી સાથે માથકુટ ગાળા ગાળી કરવા લાગતા સાહેદો છોડાવવા આવતા આરોપીઓએ પોતાની પાસેનો લોખંડનો પાઇપ ફરીયાદીને મારી ફરીયાદીની જમણી આંખ ફોડી નાખી લોહીયાળ ઇજા કરી તેમજ આરોપીઓએ પોતાની પાસેની લાકડી તથા ઢીકાપાટુથી ફરીયાદીતથા સાહેદોને માર મારી આરોપીઓએ એકસંપ થઇ ગે.કા મંડળી રચી લાકડી તથા લોખંડના પાઇપ જેવા હથીયાર ધારણ કરી પોતાની પાસેના હથીયારો વડે તથા ઢીકા પાટુથી ફરીયાદી તથા સાહેદોને માર મારી અને ફરિયાદીને લોખંડનો પાઇપ મારી ફરીયાદી ની આંખ ફોડી નાખી ગંભીર પ્રકારની કાયમી ખોટ ખાપણ રહી જાય તેવી તેમજ સાહેદોને મુંઢ ઇજાઓ કરી હતી.