ગીરના જંગલોના નેસ વિસ્તારમાં રહેતા કુટુંબોને તા.૩૦ સુધીમાં પુરાવા રજૂ કરાવાના રહેશે

જૂનાગઢ : ગીરના જંગલોના નેસ વિસ્તાર તથા વસાહતમાં વસતા કુટુંબોને તા.૩૦ એપ્રિલ સુધીમાં પુરાવા રજૂ કરવાના રહેશે.
નિવૃત અધિક કલેક્ટર અને સભ્ય સચિવ ગીર, બરડા, આલેચની કમિટિના અધ્યક્ષ સી.આર.સંગાડાના યાદીમાં જણાવ્યા મુજબ ગીરના જંગલોના નેસ વિસ્તાર તથા વસાહતમાં વસતા રબારી, ભરવાડ, ચારણ જાતિના કુટુંબોને જણાવાયું છે કે, ડી.જી.કારિયા કમિટી તરફથી જેઓને સુનાવણી માટેની ૨ નોટીસ મળેલ છે તેમ છતા હાજર રહેલ નથી તેમજ પુરાવા રજૂ કરેલ નથી. જો તેઓ પુરાવા રજૂ કરવા માંગતા હોય તો તા.૨૯-૧૦-૧૯૫૬ની સ્થિતિના આધાર પુરાવા સાથે મામલતદાર, જસ્ટીસ ડી.જી.કારિયા કમિટી, બીજો માળ, જૂનાગઢ કલેક્ટર કચેરીએ કામકાજના ચાલુ દિવસો અને સમય દરમિયાન તા.૩૦-૪-૨૦૨૨ સુધી રજૂ કરી શકશે.