મેંદરડાના લીલવા ગામ પાસે બે ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાઈ

બે સ્થળે દરોડામાં બન્ને કારના ચાલક ફરાર, પોલીસે દારૂ ભરેલી બન્ને કાર કબ્જે કરી

જૂનાગઢ : મેંદરડાના લીલવા ગામેં પોલીસે ગઈકાલે બે અલગ અલગ સ્થળે દરોડા પાડી બે ઈંગ્લીશ દારૂ ભરેલી કારને ઝડપી લીધી હતી. જો કે આ બે સ્થળે દરોડામાં બન્ને કારના ચાલક ફરાર થઈ ગયા હતા. આથી હાલ પોલીસે દારૂ ભરેલી બન્ને કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મેંદરડા પોલીસે ગઈકાલે બાતમીના આધારે લીલવા ગામનાં ગૌચરમાં રેઇડ કરી ત્યાંથી ફોર વ્હિલ કાર નંબર GJ-16-BB-5164 નો ચાલકે પોતાના હવાલાવાળી ફોર વ્હિલ કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો જેમા અલગ અલગ બ્રાન્‍ડનો ઈંગ્લીશ દારૂ પેટી નંગ-૦૮ બોટલ નંગ-૯૬ તથા દારૂના ચપટાની પેટી નંગ-૧૦ ચપટા નંગ-૪૮૦ મળી કુલ કિ.રૂ. ૧,૧૦,૪૦૦નો તથા પ્રોહી મુદામાલ હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સ્વિફ્ટ કાર કિ.રૂ. ૧,૫૦,૦૦૦ એમ મળી કુલ કિ.રૂ.૨,૬૦,૪૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.તેમજ હાજર નહી મળી આવનાર આ કારના ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બીજા દરોડામાં મેંદરડા પોલીસે ખીજડીયા ગામથી લીલવા ગામ તરફ જતી ગારી(રસ્તા)માં GJ-11-AB-1985 નંબરની કારના ચાલકે પોતાના હવાલાવાળી ફોર વ્હિલ કારમાં ઈંગ્લીશ દારૂના ચપટાની પેટી નંગ-૧૨ ચપટા નંગ-૫૭૬ કિ.રૂ. ૮૬,૪૦૦ નો તથા પ્રોહી મુદામાલ હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ એક સફેદ કલરની સુઝુકી કંપની અલ્ટૉ ફોર વ્હિલ નંબર GJ-11-AB-1985 વાળીની કિ.રૂ. ૧,૦૦,૦૦૦ એમ મળી કુલ કિ.રૂ.૧,૮૬,૪૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.જ્યારે હાજર નહી મળી આવનાર આ કારના ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.