સ્કૂટરને રિવર્સમાં લેવા મામલે દંપતીને માર માર્યો

જૂનાગઢના ચીતાખાના ચોક પાસેની ઘટનામાં બે શખ્સો સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના ચીતાખાના ચોક પાસે સ્કૂટરને રિવર્સમાં લેવા મામલે દંપતીને બે શખ્સોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે બે શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાતા પોલોસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સેનાજબેન રસીદખાન કસીરી (ઉ.વ.૪૦ રહે. ચીતાખાના ચોક જીતેંદ્ર એપા.પાસે ગેંડા મંજીલ જુનાગઢ)એ આરોપીઓ, રાજા શેખબાબા, બાપુડી શેખબાબા સામે ફરિયાદ નોંધાવી હતી કે, જૂનાગઢના ચીતાખાના ચોક જીતેંદ્ર એપા.પાસે ગેંડા મંજીલ નજીક ફરીયાદી તથા તેના પતિ રીક્ષામા બેસીને ઘરે આવતા હતા ત્યારે આરોપીઓએ તેના એક્ટીવા રીવર્સમા લેતા આરોપીઓએ ફરીયાદીને તથા તેના પતિને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.