જૂનાગઢમાં મહિલા ઉત્કર્ષ શિબિરમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવા સીએમની હાકલ

કૃષિ યુનિ ખાતે મહિલા ઉત્કર્ષ શિબિરમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સહકારી બેંક પ્રાંચી શાખા લોકાર્પણ

જૂનાગઢ : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જૂનાગઢ આવી પહોંચ્યા હતા અને તેમણે કૃષિ યુનિ ખાતે મહિલા ઉત્કર્ષ શિબિરમાં હાજરી હતી અને મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાંપ્રાકૃતિક ખેતી તરફ વળવાની હાકલ કરી હતી. સાથેસાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સહકારી બેંક પ્રાંચી શાખા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢની કૃષિ યુનિ ખાતે આજે યોજાયેલી મહિલા ઉત્કર્ષ શિબિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથેસાથે ઈફકો ચેરમેન દિલીપ સંઘાણી અને સહકારી બેંકના ડિરેક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા સહકારી બેંક આયોજીત આ ખેડૂત મહિલા ઉત્કર્ષ શિબિરમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની હાકલ કરી હતી. તેઓએ વડાપ્રધાન મોદીના આહવન મુજબ દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો દેશ સમૃદ્ધ અને વધુ સશક્ત થશે તેમ જણાવીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે પ્રગતિશીલ મહિલા ખેડૂતોને સન્માનિત કરવામાં આવી હતી અને જીલ્લા સહકારી બેંકની શાખાઓને માઈક્રો એટીએમ મશીન પણ મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરાયા હતા. તેમજ જૂનાગઢ જીલ્લા સહકારી બેંક પ્રાંચી શાખાનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.આ શિબિરમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.