જૂનાગઢમાં ચાર વર્ષની બાળકીએ રાખ્યું રમઝાનનું રોઝૂ

રોઝૂ રાખી નમાઝ પઢી અલ્લાહ પાસે કરી ઇબાદત

જૂનાગઢ : જૂનાગઢમાં ચાર વર્ષની બાળકીએ રમઝાન મહિનાના 13માં રોઝાના દિવસે પ્રથમ રોઝુ રાખ્યું હતું અને આ ચાર વર્ષની બાળકીએ રમઝાનનું રોઝૂ રાખી નમાઝ પઢી અલ્લાહ પાસે ઇબાદત કરી હતી.

હાલ ધોમધખતા તાપમાં લોકો પાણી વગર રહી શકતા નથી. તે સમયમાં મુસ્લિમોનો પવિત્ર માસ એટલે રમજાન ચાલી રહ્યો હોય આ રમજાન માસના આજે 13 દિવસ પૂર્ણ થયા છે. એટલે કે 13 રોઝા થયા છે. ત્યારે જૂનાગઢ શહેરના પૂર્વ કોર્પોરેટર અને મુસ્લિમ અગ્રણી મર્હુમ હુસેનભાઇ હાલની પૌત્રી અને આદમભાઈ હાલાની પુત્રી આયશા હાલાએ તેની ચાર વર્ષની ઉંમરે પહેલું રાખ્યું અને અલ્લાહ પાસે ઇબાદત કરી હતી.આ ચાર વર્ષની બાળકી રોઝૂ રાખીને તમામ લોકોની આંખ ખોલી દીધી છે ત્યારે આયશાના ભાઈઓ અને બહેનોએ પણ તેમની નાની બેન પાસેથી હિંમત લઈને રોઝું રાખવાની આશા વ્યક્ત કરી છે.