સોશ્યલ મીડિયામાં કોમી ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કરવા મામલે સામસામી ફરિયાદ

માંગરોળમાં બન્ને ધર્મના ચોક્કસ તત્વોએ એકબીજાના ધર્મને ટાગેટ કરી જાહેર જનતામાં શાંતિ ડહોળાઇ તેવુ કૃત્ય કરતા ફોજદારી કાર્યવાહી

જૂનાગઢ : માંગરોળમાં અમુક ચોક્કસ તત્વોએ એકબીજાના ધર્મને ટાર્ગેટ કરી કોમી ઉશ્કેરણીજનક વીડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ આ બનાવ મામલે સામસામી ફરિયાદ દાખલ થઈ છે. જેમાં બન્ને ધર્મના અમુક વિકૃત માનસિકતા ધરાવતા શખ્સોએ એકબીજાની ધાર્મિક લાગણી દુભાઈ તે રીતે ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ કરીને જાહેર સુલેહ શાંતિને ભંગ કરવાની કુચેસ્ટા કરતા આ મામલે પોલીસે ફોજદારી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મહમ્મદહુસૈન દાઉદભાઇ કુલાળા (ઉ.વ.૪૪, રહે. ઠે.નવાપુરા રોડ દરગાહની સામે માંગરોળ)એ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી bhargavsinh_rajput_111 યુઝર ભાર્ગવ દિપકભાઇ ખેર (રહે.માંગરોળ) તેમજ hitesh_rabari_73 ઇન્સ્ટગ્રામ આઇ.ડી. યુઝર અને bhargavsinh_rajput_111 ઇન્સ્ટગ્રામ આઇ.ડી. યુઝર સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીભાર્ગવ દિપકભાઇ ખેરએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી bhargavsinh_rajput_111 પરથી લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવો વિડીયો શેર કરી તથા આરોપી hitesh_rabari_73 ઇન્સ્ટગ્રામ આઇ.ડી. યુઝરે bhargavsinh_rajput_111 ઇન્સ્ટગ્રામ આઇ.ડી. યુઝરને આ વીડીયો ક્લિપમાં મેન્શન કરી તેમજ આરોપી ‌insta_bharwad_samaj નામના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. યુઝર ઉપરથી આ વીડીયો ક્લિપ અપલોડ કરી લોકોની ધાર્મિક લાગણી દુભાય અને અપમાન થાય અને કોમી શાંતિ ડહોળાઇ તેવા ઇરાદાથી સોશીયલ મીડીયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી જાહેર જનતામાં શાંતિ ડહોળાઇ તેવુ કૃત્ય કર્યું હતું.

સામાપક્ષે વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ વલ્લભદાસ મેસવાણીયા (ઉ.વ.૬૦, રહે.માંગરોળ) એ આરોપી ઇન્સ્ટાગ્રામ આઇ.ડી iryan_shaikh_002ના યુઝર ઇરીયાન ઇનાયતભાઇ શેખ (રહે.માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી iryan_shaikh_002 ઉપરથી લોકોની ધાર્મિક લાગણી દુભાઇ અને અપમાન થાય અને કોમી શાંતિ ડહોળાઇ તેવી સ્ટોરી (વિડીયો) રાખી સોશીયલ મીડીયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી જાહેર જનતામાં શાંતિ ડહોળાઇ તેવુ કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.