મારી પત્નીને ભગાડવામાં તારો જ હાથ છે કહી પતિ સહિત નવ શખ્સોનો પરિવાર પર હુમલો

કેશોદના અજાબ ગામેં યુવાને નવ શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : કેશોદના અજાબ ગામેં મારી પત્નીને ભગાડવામાં તારો જ હાથ છે કહી પતિ સહિત નવ શખ્સો યુવાનના પરિવાર પર તૂટી પડ્યા હતા અને હથિયારો વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે યુવાને નવ શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઇ કરશનભાઇ મકવાણા (ઉ.વ ૪૧ રહે.અજાબ ગામ વણકરવાસ તા.કેશોદ) એ આરોપીઓ માનસીંગ ઉર્ફે ટીનો પીઠાભાઇ ચાવડા, વનરાજભાઇ પીઠાભાઇ ચાવડા, અલ્પેષભાઇ પીઠાભાઇ ચાવડા, ચંદુભાઇ ખોડાભાઇ ચાવડા, ચીમનભાઇ ખોડાભાઇ ચાવડા, નરશીભાઇ ખોડાભાઇ ચાવડા, શૈલેષભાઇ પુંજાભાઇ ચાવડા, રણજીતભાઇ પુંજાભાઇ ચાવડા, રાજેશભાઇ ચંદુભાઇ ચાવડા (રહે.બધા અજાબ ગામ તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીનો કાકાનો દીકરો શશીક ઉર્ફે લાલી દાનાભાઇ મકવાણા આરોપીની પત્નીને ભગાડી ગયેલ હોય જે બાબતેનુ મનદુખ રાખી તમામ આરોપીઓએ છરી ધારણ તથા લાકડી ધારણ અને લોખંડનો પાઇપ જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી આ ફરીયાદીના ઘરે જઇ એક આરોપીએ ફરીયાદીને કહેલ કે આ મારી પત્નીને ભગાડવામાં તારો જ હાથ છે. તેમજ આ શશીક ઉર્ફે લાલી અને તેની પત્નીને તે જ ભગાડેલ છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ આરોપીઓએ પોતાના હાથમાનો લોખંડનો પાઇપ ફરીયાદીને મારી નાખવાના ઇરાદે તેના માથામાં મારી ગંભીર જીવલેણ ઇજા કરી તથા લાકડીથી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે માથામાં તથા શરીરે આડેધડ માર મારી તેમજ છરી ફરીયાદીને છાતીમાં મારવા જતા ફરીયાદી નમી જતા નીચે પડી ગયેલ તેમજ અન્ય આરોપીઓએ ફરીયાદીને શરીરે આડેધડ ઢીકાપાટુથી માર મારી તે જોઇ ફરીયાદીના માતા કંચનબેન તથા તેનો દીકરી મીત વચ્ચે પડતા આ તમામ આરોપીઓમાથી કોઇએ લાકડીથી કંચનબેનને હોઠ ઉપર તથા મીતને ડાબા ગાલ ઉપર માર મારી ઇજા પહોચાડી ફરીયાદી તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.