ભાડુંઆતે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ મકાન ખાલી નહિ કરું તેવું કહેતા ડોક્ટર દંપતી પોલીસ પાસે પહોંચ્યું..

જૂનાગઢ બી ડિવિઝન પોલીસની ટીમેં પોલીસનું અસલ રૂપ દેખાડી દેતા માથાભારે ભાડુઆત શાનમાં સમજી બજાર કિંમતે મકાન ખરીદ કરવા સહમત થયો

જૂનાગઢ : જૂનાગઢમાં ડોક્ટર દંપતીના પિતાએ અગાઉ મકાન ભાડે આપ્યું હોય પણ ભાડુઆત ગુજરી ગયા બાદ તેનો પુત્ર રોફ જમાવીને મકાનનું ભાડું ન આપી મકાન પચાવી પાડવાની પરેવી કરી હતી. આ ભાડુંઆતે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ મકાન ખાલી નહિ કરું તેવું કહેતા મકાન માલિક ડોક્ટર દંપતી પોલીસ પાસે પહોંચ્યું હતું. જો કે જૂનાગઢ બી ડિવિઝન પોલીસની ટીમેં પોલીસનું અસલ રૂપ દેખાડી દેતા માથાભારે ભાડુઆત શાનમાં સમજી બજાર કિંમતે મકાન ખરીદ કરવા સહમત થયો હતો.

જૂનાગઢ જૂનાગઢ શહેર જોષીપુરા વિસ્તારમાં ગોમતીનંદન સોસાયટીમાં મકાન ધરાવતા અને હોસ્પિટલ ધરાવતા ડોકટર દંપતીએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી પોતાના પિતાએ રીટાયર્ડ મેન્ટ દરમિયાન ખર્ચ માટે ભાડાની આવક થાય તેવા હેતુથી, પોતાનું મકાન છએક વર્ષ પહેલા એક વ્યક્તિને રૂ. 2,500 ના ભાડે આપેલ હતું. જેને ભાડે આપેલ તે વ્યક્તિ ત્રણેક વર્ષ પહેલા મૃત્યુ પામતા ભાડુઆતના દીકરાએ અરજદાર ડોકટર દંપતીને 2019 થી ભાડું આપવાનું બંધ કરી દેતા ભાડુઆતના દીકરાને મકાન ખાલી કરવાનું કહેતા, ભાડું આપવાનું પણ સાવ બંધ કરી દીધું હતું. મકાન ખાલી કરવા જણાવતા, ભાડુઆતના માથાભારે દીકરા દ્વારા તારે જાવું હોય ત્યાં જા, મકાન ખાલી કરવાનું નથી, તેવું જણાવી ભાડુઆત દ્વારા મકાન પચાવી પાડવાની પેરવી કરતા અને છેલ્લા ઘણા સમયથી ભાડું પણ ના આપતા હતા. પોતાને આ મકાન વહેંચવાનું હોઈ, મકાનનો કબજો આપે તો, વહેંચી શકાય અને ડોકટર દરજ્જાના સજ્જન અરજદાર કોઈ માથાકૂટ કરી શકે તેમ ના હોઈ, પોતાને પોતાનું મકાન ખોવાનો વારો આવતા, તેઓ મુંઝાયા હતા.

અંતે ડોક્ટર દંપતી પોતાના પિતાની વર્ષોની મરણ મૂડી સામાન કમાણીમાંથી ખરીદ કરેલ મકાન પચાવી પાડવાનો ભય લાગતા, ડોકટર દંપતી દ્વારા ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ, સ્ટાફના હે.કો. વનરાજસિંહ, નીતિનભાઈ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે પ્રથમ ભાડે રાખી, ખાલી નહીં કરેલ ભાડુઆતના માથાભારે દીકરા કે જેઓ દ્વારા મકાન ઉપર બળજબરીથી કબ્જો કરેલ, તે ભાડુઆતના દીકરા ઉપર લેન્ડગ્રેબિંગના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરાવા દબાણ લાવતા, પોલીસની ભાષામાં સમજાવતા, ભાડુઆતના દીકરા દ્વારા અરજદાર ડોકટર દંપતીનું મકાન સોંપવા માટે તૈયાર થઈ ગયેલ હતો.

ડોકટર દંપતી મકાન વહેંચવા માંગતા હોય તો, પોતે જૂનો ભાડુઆત હોઈ, મકાન વ્હેંચાતું લેવા તૈયાર હોવાનું જણાવતા, ડોકટર દંપતીને મકાન વહેંચવાનું જ હોય, મકાનની કિંમત નક્કી કરી, ભાડુઆતના દીકરા દ્વારા સોદો કરી, રૂપિયા એક લાખ બહાના પેટે આપી, ત્રણ મહિનામાં મકાનના બાકીના રૂપિયા લોન લઈને આપી દેવા બાબતે સાટાખત પણ કરી આપેલ હતું. સીધા સાદા ડોકટર દંપતી એવા અરજદાર દ્વારા પોતાના મકાનનો પ્રશ્ન સોલ્વ કરવા બદલ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારોને પોતાના મકાન યોગ્ય વ્યક્તિને ભાડે આપવા અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.

અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના કમાણી સમાન મકાનનો કબ્જો પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગીની કમાણી સમાન મકાન હાથમાંથી જતું રહેત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત* કરવામાં આવેલ હતો.

સીધા સાદા ડોકટર દરજ્જાના દંપતી અરજદાર દ્વારા ભૂતકાળમાં પણ મકાન પરત આપવા આજીજી કરેલ હતી, પરંતુ ભાડુઆત દ્વારા ધમકીઓ આપી, પાછા પાડી દેતો હતો. પરંતુ, આ વખતે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા પોલીસનું અસલ રૂપ દેખાડી દેતા, માથાભારે ભાડુઆત સાનમાં સમજી ગયો હતો અને મકાન માલિકને મકાન પરત આપવા તથા બજાર કિંમતે મકાન ખરીદ કરવા સહમત થયો હતો.