જૂનાગઢની કૃષિ યુનિવર્સીટીમાં ૧૬મીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહિલા ઉત્કર્ષ શિબિર

જૂનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૧૬/૪/૨૦૨૨ના રોજ ૧૦.૪૫ કલાકે કૃષિ યુનિવર્સીટી જૂનાગઢ ખાતે ખેડૂત મહિલા ઉત્કર્ષ શિબિર યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તા.૧૬ એપ્રિલના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે. મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સવારે ૧૦-૪૫ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે મહિલા ઉત્કર્ષ શિબિર યોજાશે.