મોબાઈલ એપ્લીકેશનમાં આઇપીએલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતો એક ઝડપાયો

વંથલી રોડ પર મામાદેવના મંદિર પાસે જાહેરમાં ક્રેકેટના સટ્ટાનું નેટવર્ક ઝડપાતા એક બુકીનું નામ ખુલ્યું

જૂનાગઢ : જૂનાગઢ સી ડિવિઝન પોલીસ ગઈકાલે બાતમીના આધારે વંથલી રોડ મામાદેવના મંદિર પાસે શાકાર એપાર્ટમેન્ટ પાસે જાહેરમા રોડ ઉપર મોબાઈલ એપ્લીકેશનમાં આઇપીએલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા એક આરોપીને દબોચી લીધો હતો. પોલીસના દરોડા દરમિયાન જાહેરમાં ક્રેકેટના સટ્ટાનું નેટવર્ક ઝડપાતા એક બુકીનું નામ ખુલ્યું છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસે ગઈકાલે વંથલીરોડ મામાદેવના મંદિર પાસે શાકાર એપાર્ટમેન્ટ પાસે જાહેરમા રોડ ઉપર એપલ મોબાઇલ ફોનમા આઇ.પી.એલ.ની ક્રિકેટ ટીમ મુંબઇ ઇન્ડીયન તથા પંજાબ કિંગ વચ્ચે રમાતી લાઇવ ક્રિકેટ મેચમા હારજીતના ક્રિકેટ સટ્ટા બેટીંગના સોદાઓ કરી નાણાની હારજીત કરી પાછળથી હવાલા દ્રારા નાણાની આપ લે કરી મોબાઇલ ફોન ૧ કિ.રૂ. ૫૦,૦૦૦ ના મુદામાલ તથા સોદાની ચિઠ્ઠી સાથે આરોપી ઇશાનભાઇ ભીખાભાઇ જોષી (ઉવ. ૨૯ રહે. રાજકોટ કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાછળ ચિત્રકુટ એપાર્ટમેન્ટ બ્લોક નં ૨૦૪ મુળ ગામ માંગરોળ હાલ જુનાગઢ)ને ઝડપી લીધો હતો.

તેમજ એપ્લીકેશનમા સોદાઓ કરી ક્રિકેટ સટ્ટાના આઇ.ડી. હાજર નહી મળી આવેલ બીજો આરોપી પાસેથી મેળવી મોબાઇલ ફોન ઉ૫ર સફારી એપ્લીકેશનમા ગુગલ ક્રોમમાં એપ્લીકેશનમા જે.કે.બ્રો નામના આઇ.ડી.ઉપર કપાત કરી અંગત ફાયદા સારૂ ક્રિકેટ મેચ વખતે ક્રિકેટ સટ્ટાના સોદા કરી હવાલા દ્રારા નાણાની આપલે કરતા અન્ય આરોપી મેંરામણ ઉર્ફે મેરૂ મેર (રહે મેખડી તા.માંગરોળ)ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.