ગીરના જંગલ વિસ્તારમાં સફળતાપૂર્વક પ્રસુતિ કરાવતી વિસાવદરની 108

બાળક બરાબર રડતું ન હોવાથી વધુ સારવાર અર્થે મેંદરડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો

જૂનાગઢ : મેંદરડા તાલુકાના ગંગાજળિયા નેસમાંથી કોલ આવ્યા બાદ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ પ્રસૂતાને લઈને હોસ્પિટલમાં રવાના થયો હતો. પણ અધવચ્ચે જ પ્રસૂતાને દુખાવો ઉપડતા 108ને ગીરના જંગલ વિસ્તારમાં પ્રસુતિ કરવાની ફરજ પડી હતી. આમ છતાં 108 સ્ટાફે સફળતાપૂર્વક પ્રસુતિ પાર પાડી હતી. પણ બાળક બરાબર રડતું ન હોવાથી વધુ સારવાર અર્થે મેંદરડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.

“રામ રાખે એને કોન ચાખે”ની કહેવતને સાર્થક કરતી ઘટનામાં 108ને ગઈકાલે રાત્રીના મેંદરડા તાલુકાના ગંગાજળિયા નેસમાંથી કોલ આવેલ કે, એક 25 વર્ષના બેનને સતત પ્રસુતિનો દુખાવો ઉપડ્યો છે.આથી વિસાવદર 108 ફટાફટ પ્રિ -અરાવલ માહિતી આપી અને ઘટના સ્થળ ઉપર પોહચતા માલુમ પડ્યું કે, દર્દી ફટાફટ એમ્બ્યુલન્સમાં લેવા પડશે.ત્યાંથી સ્થળ ઉપરથી નીકળી ગયા હતા. ત્યારબાદ દર્દી અચાનક પ્રસુતિનો દુખાવો ઉપાડ્યો અને અધવચ્ચે ગીરના જંગલમાં ડિલિવરી કરાવવી પડી હતી. EMT વિશાલભાઈ, પાયલોટ ચંદ્રકાન્તભાઈ દ્વારા એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવવી પડી હતી. એમાં બાળકના ગળામાં નાળ વિટાયેલી હતી અને બાળક બરાબર રડતું પણ ન હતું. Erfpના કહેવા પ્રમાણે બાળકને સારવાર આપીને માતાને પણ જરૂરી ઇન્જેક્શન અને પાઈડ ચડાવીને મેંદરડા સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરેલ છે. આથી દર્દીના સગાએ વિસાવદર 108નો આભાર માન્યો હતો.