મજુરી કામના પૈસા માંગતા શ્રમિક ઉપર હુમલો

માણાવદરના માર્કેટીંગ યાર્ડ પાસે મારામારીના બનાવમાં અન્ય ત્રણ શ્રમિકો સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : માણાવદરના માર્કેટીંગ યાર્ડ પાસે પરપ્રાંતીય શ્રમિકો વચ્ચે મજુરી કામના પૈસા આપવા મામલે ડખ્ખો થયો હતો.જેમાં ઉશ્કેરાયેલા ત્રણ શ્રમિકોએ મજુરી કામના પૈસા માંગનાર શ્રમિક ઉપર હોચકારો હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ શ્રમિકો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

માણાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સતેન્દ્રભાઇ શીલુભાઇ ચૌહાણ (ઉ.વ.૩૩ મુળ રહે.બસેઢતર તા- સરમેરા જી.નાલંદા રાજય બીહાર હાલ રહે માણાવદર માર્કેટીંગ યાર્ડમાં)એ આરોપીઓ ધરમવીર કિશન ચૌહાણ, સતીષ ચરણ માંજી, ચુનીલાલ શીયારણ ચૌહાણ (મુળ રહે.બધા બસેઢતર તા.સરમેરા જી. નાલંદા રાજય બીહાર હાલ રહે માણાવદર માર્કેટીંગ યાર્ડમાં)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપીઓ એક સાથે મજુરી કામ કરતા હોય અને ફરીયાદીએ એક આરોપી પાસે મજુરીના પૈસા માંગતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુથી માર મારી આરોપીએ ફરીયાદીને લાકડા વડે માર મારી ફરીયાદીનીચે પડી જતા અન્ય આરોપીએ પથ્થર વડે ફરીયાદીને પેટના ભાગે માર માર્યો હતો.