સોશીયલ મીડીયામાં કોઇપણ વ્યક્તિ દ્વારા ઉશ્કેરણી જનક પોસ્ટ મુકાશે તો તેની ધરપકડ કરાશે

હિંમતનગર અને ખંભાત શહેરના બનાવને લઈને માંગરોળ પોલીસે અપીલની કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી

જૂનાગઢ : હિંમતનગર અને ખંભાત શહેરમાં અસામાજીક તત્વો દ્વારા શાંતી ડહોળાવવાનો પ્રયાસને લઈને માંગરોળ પોલીસે લોકોને કોઇપણ જાતની અફવા કે ખોટા સોશ્યલ મીડીયાના મેસેજો માનવા નહી તેમજ ફોરવર્ડ ન કરવાની અપીલ કરી કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે.જેમાં સોશીયલ મીડીયામાં કોઇપણ વ્યક્તિ દ્વારા ઉશ્કેરણી જનક પોસ્ટ મુકાશે તો તેની ધરપકડ કરાશે તેમ જણાવ્યું છે.

માંગરોળ પોલીસે માંગરોળની જનતાને નમ્ર અપીલ કરતા જણાવ્યું છે કે, તાજેતરમાં હિંમતનગર અને ખંભાત શહેરમાં અમુક અસામાજીક તત્વો દ્વારા શાંતી ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. તેથી માંગરોળની જનતાને નમ્ર અપીલ કે કોઇપણ જાતની અફવા કે ખોટા સોશ્યલ મીડીયાના મેસેજો માનવા નહી તેમજ ફોરવર્ડ કરવા નહી જેથી જીલ્લામાં શાંતી જળવાઇ રહે. સોશીયલ મીડીયા માં કોઇપણ વ્યક્તિ દ્વારા ઉશ્કેરણી જનક અથવા ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકવામાં આવશે તો તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરશે અથવા કોઇ વ્યક્તિ મારફતે કરાવશે તો તેઓ વિરૂધ્ધ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જુનાગઢ દ્વારા વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, ફેસબુક સ્નેપચેટ જેવી તમામ સોશ્યલ સાઇટ્સ ઉપર અલગ-અલગ ટીમો બનાવી આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત બાજ નજર રાખવામાં આવે છે. જેની તમામએ નોંધ લેવી.