જૂનાગઢ મનપાના તત્કાલીન કાર્યપાલક ઇજનેરને રૂ.૫૦ હજારનો દંડ

બાંધકામ મંજૂરી અંગે યોગ્ય અભિપ્રાય ન આપવા બદલ કમિશનરે ફટકાર્યો દંડ

જૂનાગઢ : જૂનાગઢ મનપાના તત્કાલીન કાર્યપાલક ઇજનેરને રૂ.૫૦ હજારનો દંડ ફટકારવતા ચકચાર મચી ગઇ છે. જેમાં બાંધકામ મંજૂરી અંગે યોગ્ય અભિપ્રાય ન આપવા બદલ કમિશનરે જૂનાગઢ મનપાના તત્કાલીન કાર્યપાલક ઇજનેરને ફટકાર્યો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળે છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકાના તત્કાલીન કાર્યપાલક ઇજનેર લલિત વાઢેરેને કમિશનરે રૂ.૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. જેમાં તત્કાલીન કાર્યપાલક ઇજનેર લલિત વાઢેરે દ્વાર્સ બાંધકામ મંજૂરી અંગેના અભિપ્રાયને લઈને વિવાદ ઉઠ્યો હતો અને બાંધકામ મંજૂરી અંગેના યોગ્ય અભિપ્રાય ન આપવા બદલ કમિશનરે દંડ ફટકાર્યો છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ચાર કોમર્શિયલ બિલ્ડિંગ માંથી બે કોમર્શિયલ બિલ્ડીંગના બાંધકામની રિવાઇઝ મંજૂરી માંગવામાં આવી હતી. નવા નિયમને બદલે જૂના નિયમ મુજબ મંજૂરી રિવાઇઝ કરવા આપ્યો તેઓએ અભિપ્રાય આપ્યો હતો અને તત્કાલીન કાર્યપાલક લલિત વાઢેરે શહેરના પોશ એરિયામાં બાંધકામની મંજુરી અંગે અભિપ્રાય આપ્યો હતો. આથી વર્તમાન કમિશનર રાજેશ તન્નાએ તત્કાલીન કાર્યપાલક ઇજનેરને દંડ ફટકારતા ચકચાર મચી ગઇ છે.