ફીનાઇલના બોકસની આડમાં વાહનોમાં મંગાવેલો રૂ.૭૨,૭૩ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપી લેતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ

જૂનાગઢથી માખીયાળા ગામ તરફ જતા રસ્તે આવેલ વિજય ટ્રેડીંગ કું નામના ગોડાઉનમાં દારૂના કટીંગ વખતે જ પોલીસ ત્રાટકી, બુટેલગરો ફરાર

જૂનાગઢ : જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બહારના રાજ્યોમાંથી જૂનાગઢમાં ઘુસાડેલા વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી લેવાની સફળતા મળી છે. જેમાં જૂનાગઢથી માખીયાળા ગામ તરફ જતા રસ્તે આવેલ વિજય ટ્રેડીંગ કું નામના ગોડાઉનમાં ફીનાઇલના બોકસની આડમાં વાહનોમાં મંગાવેલા ઈંગ્લીશ દારૂના કટીંગ વખતે જ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી હતી અને વી.વી.આઇ.પી. બંદોબસ્તમાં રોકાયેલ પોલીસને અંધારામાં રાખી પ્રોહીબીશનના મોટા જથ્થાનુ કટીંગ કરવાની પહેલમાં રહેલ બુટલેગરોના મનસુબાને નિષ્ફળ બનાવી ફીનાઇલના બોકસની આડમાં વાહનોમાં મંગવવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૧૫૦૨ બોટલ નંગ-૧૮૦૨૪ કિ.રૂ.૭૨,૭૩,૩૨૦ તથા ફીનાઇલ પી નંગ-૧૦૦ કિ.રૂ.૬૦,૦૦૦ તથા વાહનો સહિત કુલ કિ.રૂ.૧,૦૧,૫૮૩૨૦ નો મુદામાલ ઝડપી લીધો હતો.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધોંસ બોલાવી દબોચી લઇ ગેરકાયદે પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય ગઇ તા.૧૦ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વંથલી તાલુકાના ગાંઠીલા મુકામે પધારેલ હોય જે બંદોબસ્ત પુર્ણ કરી કાઇમ બાન્ય કચેરી ખાતે હાજર હતા. તે દરમ્યાન પો.ઇન્સ.એચ આઇ.ભાટી, પો.સ.ઇ. ડી. જી.બડવા તથા પો.કોન્સ ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારાને ખાનગીરાહે સંયુક્તમાં ચોક્ક્સ હકિકત મળેલ કે, સતીષ ઉર્ફે સતીયો શસીકાંતભાઇ ક્યાડા પટેલ રહે જૂનાગઢ જોષીપરા ખલીલપુર રોડ, તથા મનોજ ઉર્ફે મુન્નો ચુનીલાલ સોની રહે. જૂનાગઢ વાળાઓએ ભાગીદારીમાં મોટો આર્થીક નફો મેળવવા માટે મોટી માત્રામાં બહારના રાજ્યમાંથી તેઓના મળતીયાઓ મારફતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી જૂનાગઢથી માખીયાળા ગામ તરફ જતા રસ્તે માખીયાળા ગામ પહેલા ગોપાલભાઇ બેચરભાઇ ગજેરા રહે, માખીયાળા વાળાન વિજય ટ્રેડીંગ કું નામનું ગોડાઉન આવેલ છે. તે ગોડાઉનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સતાડેલ છે.

હાલ આ જ્ગ્યાએ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનું કટીંગ ચાલુ છે. તેમજ આ લોકો દ્વારા દારૂના જથ્થાની હેરાફેરી ચાલુ છે. તેવી ચોક્ક્સ હકિકત મળતા રેઇડ કરતા વિજય ટ્રેડીંગ કંપની નામના કારખાનાના કમ્પાઉન્ડમાં ટ્રકના ઠાઠામાં તથા બોલેરો પીકઅપના ઠાઠામાં તથા ગોડાઉનની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૧૫૦૨ કુલ બોટલ નંગ-૧૮૦૨૪ કિ.૧.૭૨,૭૩,૩૨૦૪ તથા ફીનાઇલ પેટી નંગ-૧૦૦ કિ.શ.૬૦,૦૦૦ તથા વાહનો સહિત કુલ કિ.રૂ.૧,૦૧,૫૮,૩૨૦ નો મુદામાલ મળી આવતા હાજર નહી આવેલ ઇસમો વિરૂધ્ધ જૂનાગઢ તાલુકા પો.સ્ટે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજા કરાવવામાં આવેલ છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇચા.પો.ઇન્સ એચ.આઇ.સાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ.વિ.એન.બડવા, નિકુલ એમ. પટેલ, પો. હેડ કોન્સ યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, દેવશીભાઇ નંદાણીયા તથા પો કોન્સ ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ મોનારા, દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, સાહિલભાઇ સમા તથા ડ્રા.પો.કોન્સ. મુકેશભાઇ કોડીયાતર વિગેરે પોલીસ સ્ટાફ જોડાયા હતા.